• ઝીરો એરર સાથે કામગીરી: રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે સેક્ધડ રેન્ડમાઇઝેશન સંપન્ન થયા બાદ ઇ.વી.એમ. યુનિટ અને વી.વી.પેટની સંબંધિત વિધાનસભા મતદાર વિભાગો(એ.સી.)ને ફાળવણી કરાઇ હતી, અને નિયત સ્ટ્રોંગરૂમમાં કડક સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત સાથે સંબંધિત મતદાર વિભાગોના વિવિધ રાજકોય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઇ.વી.એમ. યુનિટ અને વી.વી.પેટને આ સ્ટ્રોંગરૂમમાં સીલ કરાયા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર   પ્રભવ જોષીની ઉપસ્થિતિમાં  અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એન.કે.મુછારે ઘંટેશ્વર સ્થિત ઇ.વી.એમ.વેર હાઉસ ખાતે ઝીરો એરર સાથે 500થી વધુ કર્મચારીઓને ઇ.વી.એમ. યુનિટ અને વી.વી.પેટની ફાળવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ રેન્ડમાઇઝેશનમાં બેલેટ યુનિટ 125 ટકા, કંટ્રોલર યુનિટ 125 ટકા અને વી.વી.પેટ 135 ટકા લેખે તમામ વિધાનસભા મતદાર વિભાગો માટે ફાળવવામાં આવ્યા હતા, જે તમામની  સંબંધિત બેઠકોના ચૂંટણી અધિકારીઓને સોંપણી કરવામાં આવી હતી. પ્રત્યેક યુનિટની નોંધણી કરાયા બાદ વ્યવસ્થિત  ચકાસણી કરીને જ આ યુનિટસ સ્ટ્રોન્ગ રૂમમાં મોકલવા માટે નિયત વાહનોમાં ગોઠવવામાં આવ્યા હતા.

IMG 20240407 WA0172

68-રાજકોટ પૂર્વ બેઠક માટે શ્રી પી.એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલ, 69-રાજકોટ પશ્ચિમ બેઠક માટે શ્રી એસ.વી.વિરાણી હાઇસ્કુલ, 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, 71-રાજકોટ ગ્રામ્ય બેઠક માટે શ્રી  એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, 72-જસદણ બેઠક માટે શ્રી મોડેલ સ્કુલ-જસદણ, 73-ગોંડલ બેઠક માટે શ્રી સંગ્રામસિંહજી હાઇસ્કુલ-ગોંડલ, 74 જેતપુર બેઠક માટે સેન્ટ ફાન્સીઝ સ્કુલ-જેતપુર અને  75 ધોરાજી બેઠક માટે શ્રી ભગવતસિંહજી હાઇસ્કુલ-ધોરાજી ખાતેના સ્ટ્રોગરૂમ નિયત કરાયા છે, જયાં આ તમામ ઇ.વી.એમ., બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વી.વી.પેટને સંબંધિત બેઠકોના રાજકીય પક્ષોના ઉમેદવારોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે સીલ કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર્સ   રાજેશ્રી વંગવાણી,   નિશા ચૌધરી,  ચાંદની પરમાર,  વિમલ ચક્રવર્તી,   ગ્રીષ્મા રાઠવા,   રાહુલ ગમારા,   જય ગોસ્વામી અને  જે.એન.લીખીયા, મામલતદારશ્રી દવે અને શ્રી ચૌહાણ, નાયબ મામલતદારો, તથા કર્મચારીઓ સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.