- સી સ્કાઉટ ગાઈડ – દરિયાઈ સ્કાઉટ ગાઈડ કેમ્પ-2નું ભવ્ય આયોજન
- સ્કાઉટ ગાઈડ ધ્વજને સલામી અને પ્રાર્થના ગીત સાથે કેમ્પનો કરાયો પ્રારંભ
- નેવી, કોસ્ટગાર્ડ, લાઈટ હાઉસ, ફિશરીસ સંશોધન કેન્દ્ર, ઓવર ક્રાફટ વિશે અપાઈ માહિતી
ઓખા બ્રહ્મસમાજની વાડી ખાતે ગુજરાત રાજ્ય ભારત ગાઈડઝ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કોસ્ટલ એરિયા સી સ્કાઉટ ગાઈડ – દરિયાઈ સ્કાઉટ ગાઈડ કેમ્પ -2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 9 જિલ્લાના 150 સ્કાઉટ ગાઈડ અને 15 સ્કાઉટ માસ્ટર ગાઈડ કેપ્ટન સંચાલન હેઠળ રાજ્ય સંઘના માર્ગદર્શન અનુસાર આ કેમ્પનું આયોજન કરાયું છે. સ્કાઉટ ગાઈડ ધ્વજને સલામી અને પ્રાર્થના ગીત સાથે કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શુભ પ્રારંભ પ્રસંગે ઓખા ફિશરીઝ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટીના અધિકારી મુકેશ પટેલ મુખ્ય મેહમાન તરીકે હાજર રહ્યા હતા. તેમજ સ્કાઉટ ગાઈડ કેપ્ટનના હસ્તે મુમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નેવી, કોસ્ટગાર્ડ, લાઈટ હાઉસ, ફિશરીસ સંશોધન કેન્દ્ર, સ્વછતા અભિયાન અને ઓવર ક્રાફટ વિશે માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય ભારત ગાઈડઝ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કોસ્ટલ એરિયા સી સ્કાઉટ ગાઈડ – દરિયાઈ સ્કાઉટ ગાઈડ કેમ્પ -૨ 2025 નું ભવ્ય આયોજન ઓખા બ્રહ્મસમાજ ની વાડી ખાતે કરવામાં આવેલ છે. જે 5 દિવસ સુધી ચાલશે..જેના શુભ પ્રારંભ પ્રસંગે ઓખા ફિશરીઝ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી ના અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ મુખ્ય મેહમાન રહ્યા હતા. જેમનું સન્માન સ્કાઉટ ગાઈડ કેપ્ટનના હસ્તે મુમેન્ટો આપી કર્યું હતું. અને સ્કાઉટ ગાઈડ ધ્વજને સલામી સાથે પ્રાથના ગીત સાથે આ કેમ્પનો પ્રારંભ કર્યો હતો
આ કેમ્પ માં ૯ જિલ્લા ના ૧૫૦ સ્કાઉટ ગાઈડ અને ૧૫ સ્કાઉટ માસ્ટર ગાઈડ કેપ્ટન મનહરભાઇ ઠક્કર , યોગેન્દ્રસિંહ જાડેજા , ડાહ્યાભાઈ જે પટેલ , બી કે સિદપરા, સી.જે પટેલ , મમતાબેન જોશી અને પ્રિયંકાબેન લબાના ના સંચાલન હેઠળ રાજ્ય સંઘના માર્ગદર્શન અનુસાર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નેવી , કોસ્ટગાર્ડ, લાઈટ હાઉસ, ફિશરીસ સંશોધન કેન્દ્ર, સ્વછતા અભિયાન અને ઓવર ક્રાફટ વિશે માહિતી આપવામાં આવશે. સાથે સાથે સ્કાઉટીંગ પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.
અહેવાલ: હરેશ ગોકાણી