પાર્કિંગની જગ્યામાં ભરવાડ શખ્સ ગાયો બાંધતો હતો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત યેલ ધરમનગર આવાસ યોજનામાં ભરવાડ શખ્સે ગાયો રાખવા માટે ઝુંપડા, ગમાણનું પાંકુ બાંધકામ કરેલ હતું. જે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા દુર કરવામાં આવ્યા હતા.

વધુ વિગતે, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર, રામાપીર ચોકડી પાસે બનાવેલ ધરમનગર આવાસ યોજનામાં ભરવાડ શખ્સ દ્વારા બાંધકામ કરી ત્યાં ગાય રાખવામાં આવતી હતી, જેના કારણે ઉપદ્રવ પણ તો હતો.

જે અંગે મ્યુનિ. કમિશનરને જાણ તા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની સુચના મુજબ બે દિવસ પહેલા આ ભરવાડને જગ્યા ખાલી કરવામાં માટેની સુચના આપવામાં આવી હતી. જેના પગલે ભરવાડએ ગઈકાલે જગ્યા ખાલી કરી હતી. જોકે મજબુત બાંધકામ, ઝુંપડા અને ગાયો માટે બનાવેલ ગમાણ વિગેરે યાવત રહેતા આજ રોજ દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા આ બાંધકામ દુર કરાયું હતું.

ઉપરોક્ત કામગીરી કમિશનર બંછાનિધિ પાનીની સુચનાથથી દબાણ હટાવ શાખાના અધિકારી બી.બી. જાડેજા, ઇન્સ્પેકટર મારવાણીયા, ઇન્સ્પેકટર કાવડિયા, વિજીલન્સ સ્ટાફ તેમજ શાખાની ટીમને સો રાખીને આ ઓપરેશન હા ધરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.