ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના નવા સ્ટેટ ચીફ કમિશનર જનાર્દન પંડયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સ્કાઉટીંગ ક્ષેત્રમાં રાજકોટ ગુજરાતનું રોલ મોડેલ હોવાનું ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના નવા સ્ટેટ ચીફ કમિશનર જનાર્દન પંડયાએ ‘અબતક’ સાથેની શુભેચ્છા મુલાકાતમાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે દર વર્ષે રાજકોટના ૨૧૬ બાળકો ગવર્નર એવોર્ડ લાવે છે. રાષ્ટ્રપતિ એવોર્ડ લાવતા ૨૦ થી ૨૫ બાળકોથી ૧૫-૨૦ બાળકો રાજકોટના હોય છે.અહીં ઉલ્લેખનીય છેકે ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સંઘની સને ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે વિવિધ હોદાઓની ચુંટણી થયેલ હતી. જેમાં પ્રમુખ તરીકે નિતીનભાઈ પટેલ (નાયબ મુખ્યમંત્રી), ગુજરાત રાજય ગાંધીનગર બિનહરીફ ચુંટાયા અને સ્ટેટ ચીફ કમિશનર તરીકે જનાર્દન પંડયા રાજકોટ જંગી બહુમતીથી વિજેતા થયેલ છે. જનાર્દન પંડયા વિવિધ સંસ્થાઓ જેવી કે રાજકોટ શહેર જિલલા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના જિલ્લા મુખ્ય કમિશનર પદે બિરાજે છે. ચેરમેન યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઈન્ડિયા, રેસકોર્ષ યુનિટ રાજકોટ ગુજરાત સ્ટેટ કેરમ એસોસીએશનના વાઈસ ચેરમેન, પ્રચાર સમિતિ વર્ધા રાજકોટ, ભારત સેવક સમાજ રાજકોટ, ચેરમેન ગાંધીનગર બાલભવન ઉપરોકત સંસ્થાઓમાં પોતાની સેવા આપી રહેલ છે. જનાર્દન પંડયાને સ્ટેટ ચીફ કમિશનર તરીકેનું અધિકાર પત્ર દિલહી ખાતે હરિયાણા રાજયનાં મહામહિમ રાજયપાલ કપ્તાનસિંઘ સોલંકી તથા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનના નેશનલ ચીફ કમિશનર કે.કે.ખંડેલવાલનાં વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ હતું. વાઈસ પ્રેસીડેન્ટ તરીકે અરુણાબેન જાસોલીયા (જામનગર), જગદીશભાઈ ભાવસાર (અમદાવાદ), દિલીપભાઈ ચૌધરી (મહેસાણા), સવિતાબેન (અમદાવાદ), શારદાબેન પ્રજાપતિ (પાટણ) અને હેમુભાઈ શેખવા (અમરેલી) જંગી બહુમતીથી વિજેતા થયા છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્કાઉટ ગાઈડ પ્રવૃતિ ખુબ જ જ‚રી છે અને આ સંસ્થાના હોદેદારોનું આગામી વર્ષો માટે પ્રવૃતિનો વિકાસ-રાજયના વધુમાં વધુ બાળકો જોડાય અને બાળકોમાં રાષ્ટ્રભાવના, ચારિત્ર્ય નિર્માણ, સમાજ સેવા જેવા ગુણો ખિલવવા માટે રાજયભરમાં ટ્રેનીંગ સેન્ટરો શરૂ કરવા જેવા અનેક વિવિધ કાર્યક્રમો સાથે નવી ટીમ કાર્યરત થઈ રહી છે. જેનાથી સમગ્ર ગુજરાતમાં સ્કાઉટ ગાઈડ પ્રવૃતિને વેગ મળશે. આગામી દિવસોમાં ગુજરાત રાજયની તમામ શાળાઓમાં સ્કાઉટીંગ પ્રવૃતિ શરૂ કરવામાં આવશે. તેમ ગુજરાત રાજય ભારત સ્કાઉટગાઈડ સંઘના મનિષ મહેતા અને ભીખાભાઈ સિદપરાએ કહ્યું હતું.