માતા વૈષ્ણો દેવી ધામ માટે નવો રસ્તો ખોલવાના ઓર્ડર પર સોમવારે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી. ગત સપ્તાહે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ મંદિર મેનેજમેન્ટ બોર્ડને 24 નવેમ્બરથી શ્રદ્ધાળુઓ માટે નવો રસ્તો ખોલવા અને ઈલેક્ટ્રિક કાર ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો. ઉપરાંત રોજના 50 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે તેમ પણ કહ્યું હતું.
ફેબ્રુઆરી સુધીમાં શરૂ થઈ શકે છે ત્રીજો રસ્તો
– સુનાવણી દરમિયાન જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચની સમક્ષ મંદિર બોર્ડના વકીલે કહ્યું કે, એનજીટીના ઓર્ડર મુજબ 24 તારીખે નવો રસ્તો ખોલવો શક્ય નથી.
– નવા રસ્તા પર હાલ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. જે આગામી ફ્રેબ્રુઆરી સુધીમાં ખુલવાની શક્યતા છે. મંદિર જવા માટે 2 રસ્તા પહેલાથી જ ખોલવામાં આવ્યા છે. મંદિર બોર્ડ હવે ત્રીજો રસ્તો બનાવી રહ્યું છે.