Abtak Media Google News
  • રાજકોટમાં ફૂટેજની ચકાસણી માટે બે જેટલા સેન્ટર બનાવાયા જેમાં હાલના તબક્કે 30 કરતા વધુ સ્ટાફની ફાળવણી કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં લેવામાં આવી રહેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં બુધવારથી CCTVના ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવશે.રાજકોટમાં ફૂટેજની ચકાસણી માટે બે જેટલા સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સેન્ટરો પર હાલના તબક્કે 30 કરતા વધુ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. જોકે, જેમ જેમ પરીક્ષા આગળ વધશે અને સ્ટાફની જરૂર પડશે તેમ સ્ટાફ વધારવામાં આવશે.રાજકોટ શહેરમાં બે સેન્ટર અને ગ્રામ્યમાં 2 સેન્ટર પર ફૂટેજની ચકાસણી કરાશે.

ચકાસણી દરમિયાન શંકાસ્પદ કેસ જણાશે તો તે અલગ તારવી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ આવા ફૂટેજના આધારે પકડાયેલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ દાખલ કરવામાં આવશે. દરવર્ષે પરીક્ષા દરમિયાન જેટલા વિદ્યાર્થી કોપી કરતા પકડાય છે તેના કરતા વધુ વિદ્યાર્થીઓ સામે ફૂટેજના આધારે કોપી કેસ થાય છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે એવી સ્કૂલોને પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જ્યાં CCTVની સુવિધા હોય. પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડોનું CCTVના માધ્યમથી રેકોર્ડિંગ કરવામાં આવે છે. રેકોર્ડિંગ કર્યા બાદ ફૂટેજની બે સિડી તૈયાર કરીને જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે.

અમદાવાદમાં બોર્ડની પરીક્ષાના ફૂટેજની ચકાસણી બુધવારથી શરૂ કરવામાં આવશે. ફૂટેજની ચકાસણી માટે રાજકોટ શહેરમાં બે અને ગ્રામ્યમાં 2 સેન્ટરો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સેન્ટરો પર આજથી જ ફૂટેજની ચકાસણી કરી તેનો અહેવાલ ઉપર મોકલવામાં આવશે. હાલમાં પ્રાથમિક તબક્કે આ બે સેન્ટરો પર 15-15નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. જોકે, જેમ જેમ સિડીની સંખ્યા વધતી જશે તેમ તેમ સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવશે. બોર્ડ દ્વારા આ વખતે વહેલુ પરિણામ જાહેર કરવામાં આવનાર હોવાથી જેમ બને તેમ વહેલા ફૂટેજની ચકાસણીની કામગીરી પુર્ણ કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્યમાં પણ 2 સેન્ટરો પર CCTVના ફૂટેજની ચકાસણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.