કોર્પોરેશન હેલ્થ કાર્ડ આપશે: કોરોનાનું સંક્રમણ વધતા ફૂડ ડિલિવરી બોય સુપર સ્પ્રેડર્સ ના બને તે માટે તકેદારીના પગલાં
રાજકોટ શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા કોર્પોરેશન દ્વારા ગઈકાલે શાકભાજીના ફેરીયાના ટેસ્ટિંગ બાદ આજ સવારથી ફૂડ ડિલિવરી બોયનું કોરોના સ્ક્રિનિંગ-ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ ફૂડ ડીલીવરી બોયનું એન્ટીજન ટેસ્ટ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા ફૂડ ડીલીવરી બોય સુપર સ્પ્રેડર્સ ના બને તે માટે કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજ સવારથી જ રાજકોટના અંદાજે ૩૦૦ જેટલા ફૂડ ડીલીવરી બોયનું કોરોના સ્ક્રિનિંગ અને ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી વેસ્ટઝોન કચેરીએ હાથ ધરવામાં આવી છે. સુપર સ્પેડર્સ ફૂડ ડીલીવરી બોયના મોબાઈલના આધારે તેઓ કોને મળ્યા ક્યાં ક્યાં ડિલિવરી આપવા ગયા તેની યાદી ત્યાર કરી તેઓના પણ ટેસ્ટ કરવામાં આવશે. આ તમામનું હેલ્થ ચેકકપ બાદ ત્યાં જ તેઓને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે.