મહાનગરપાલિકા દ્વારા પાંચ રેનબસેરામાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા માનવીય અભિગમ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના અટકાયતીના પગલારૂપે સઘન આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે માનવીય અભિગમ અપનાવી, તા. ૦૫-૦૫-ર૦ર૦ના રોજ રેનબસેરામાં રહેતા ૧૬૦ લોકોની મેડીકલ ચેકઅપની કામગીરી કરાવેલ હતી, સાથોસાથ કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેકને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પ્રાથમિક આરોગ્ય ચકાસણી મોબાઈલ ડિસ્પેન્સરી મારફત કરવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના (૧) ભોમેશ્વર સોસાયટી રેનબસેરા (ર) બેડીનાકા રેનબસેરા (૩) મરચાપીઠ રેનબસેરા (૪) રામનગર રેનબસેરા (૫) આજીડેમ ચોકડી રેનબસેરા એમ ૫ (પાંચ) રેનબસેરામાંથી ૧૬૦ લોકોનું મેડીકલ ચેકઅપ તથા થર્મલ સ્ક્રીનીંગ કરેલ હતું. આ કામગીરી આરોગ્ય આરોગ્ય વિભાગની પાંચ (૫) ટીમ તથા પ્રોજેક્ટ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ. ૧૬૦ વ્યક્તિના પ્રાથમિક ચકાસણી કરતા ૪૧ લોકોને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવેલ હતી. વિશેષમાં દરેક રેનબસેરાના ૧૬૦ લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા હેતુ માસ્કનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.
આ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં એકંદરે ૧૬૦ લાભાર્થીઓને ડો. ઉષાબેન ઝાલા તથા તેમની ટીમ દ્વારા આરોગ્યની ચકાસણી થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતી તથા તમામ લાભાર્થીઓને માસ્ક આપવામાં આવેલ. જેમાં ભોમેશ્વર ડોર્મીટરી ખાતે આશ્રય લઇ રહેલા ઝાલા ભીખીબેન (ઉમર:૧૦૦ વર્ષ) ની પણ ચકાસણી કરવામાં આવેલ. આ તકે નાયબ કમિશનર સી. કે. નંદાણી અને સહાયક કમિશનર એચ. આર. પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શાખાની ટીમ તથા આરોગ્ય શાખાની ટીમ પાંચ દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ભૂમિબેન એચ પરમાર તથા પ્રોજેક્ટ શાખાના સીનીયર સમાજ સંગઠકો, એનયુએલએમ મેનેજરો તથા એનયુએલએમ સમાજ સંગઠકોએ સોસીયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ વ્યવસ્થા ગોઠવી આરોગ્યની ચકાસણી કરેલ છે. તદુપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કરીને આશ્રય સ્થાનોનાં તમામ લાભાર્થીઓને નિયમિત ભોજન સહીતની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. જ્યારે શાળા નં.૧૦ ખાતે ડોર્મીટરીમાં પરિસ્થિતિને ધ્યાને લઇ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે રીઝર્વ રાખવામાં આવેલ છે.