મોરબીમાં મહિલાનો સ્ક્રીન શોટ ફોટો ભુલથી પડી જવા મામલે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જમુબેન બાબુભાઈ સાવડીયા  એ આરોપીઓ કિશનભાઈ મોમભાઈ, વિજયભાઈ મોમભાઈ, રાહુલભાઈ મોમભાઈ (ત્રણેય રહે.મોરબી, મચ્છુનગર મેઈન કેનાલ, શનળા બાયપાસ) તેમજ તેના મામા (રહે.પંચાસર, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.15 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરશામાં ફરીયાદીના દીકરા રાજુએ આરોપીની માતાનો સ્ક્રીન શોટ ફોટો ભુલથી પડી જતા તે ફોટો આરોપીએ જોતા તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને તગારાથી માથાના તથા શરીરના ભાગે જેમ ફાવે તેમ માર મારી તેમજ ગાળો આપી તથા ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા અન્ય આરોપીએ પણ શરીરે ઢીંકા પાટુનો માર માર્યો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.