ઓખાની દરીયાઈ ચોપાટી અને જીવસૃષ્ટિના મ્યુઝીયમને જોઈ વિદ્યાર્થીઓ રોમાંચિત થયા
ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારા પૈકી ઓખા મંડળના કચ્છના અખાતનો દરિયાકિનારો દરીયાઈ શેવાળ સંપતિની વિપુલતાથી ભરેલો છે. આ વિસ્તારમાં દરીયાઈ શેવાળની ૨૧૦ જાતો નોંધાયેલી છે. આ કિનારો માછીમારો માટે સ્વર્ગ ગણવામાં આવે છે.
ઓખામાં આવેલ ફીશરીઝ સંશોધન કેન્દ્રમાં આવેલ દરીયાઈ જીવસૃષ્ટિનું મ્યુઝીયમ દેશનું પ્રથમ દરજજાનું મ્યુઝીયમ ગણવામાં આવે છે. અહીં બે હજાર જેટલી દરીયાઈ જીવસૃષ્ટિનું જીવંત પ્રદર્શન જોવા મળે છે. દરીયાઈ છીપ અને શંખની તમામ જાતો પણ અહીં જોવા મળે છે અને જીંગા ઉછેર, શંખ ઉછેર તથા દરીયાઈ સેવાળનો અભ્યાસ પણ અહીં આપવામાં આવે છે.
દેશ સાથે વિદેશીના વિદ્યાર્થીઓ પણ અહીં આ દરીયા જીવસૃષ્ટિના અભ્યાસ અર્થે આવે છે. આજરોજ આ મ્યુઝીયમની મુલાકાતે ગુજરાત રાજય ભારત સ્કાઉડ ગાઈડ સંઘના ૧૫૦ વિદ્યાર્થીઓ ગુજરાતના ૧૧ જીલ્લામાંથી આવેલ તેમને અહીંના અધિકારી મુકેશ પટેલે દરીયાઈ જીવસૃષ્ટિની વિસ્તૃત માહિતી આપી હતી. અહીંના દરીયાઈ માછલી, પાણીના સાપ, કાચબાની ઠાલ, નાનામોટા કરચલા, શંખ છીપ તથા છીપના મોતી જેવી અનેક જીવસૃષ્ટિઓ જોઈ રોમાંચિત થયા હતા અને અહીંનું જીગા ઉછેર કેન્દ્ર અને શંખ ઉછેર કેન્દ્રની માહિતી પણ લીધી હતી.