સ્વદેશીને પ્રોત્સાહન આપવા સૈનિકોની કેન્ટીનમાં વેચાતા આયાતી માલ પર પ્રતિબંધ મુકવાની તૈયારી
સ્કોટલેન્ડની સ્કોચ શબ્દ સાંભળતાની સાથે જ પ્યાસીઓ રસપ્રચુર થઈ જાય છે ઠીક એવી જ રીતે જે રીતે સ્વાદરસિકો તેમની મનપસંદ વાનગીનું નામ સાંભળીને રસપ્રચુર થઈ જાય છે અને મોઢામાં પાણી આવી જાય છે. સ્કોચ કંઈ રીતે અન્ય દારૂ કરતા અલગ પડે છે તે અંગેની જો વાત કરીએ તો ઘણું કહી શકાય તેમ છે.
સ્કોચની મુખ્ય ખાસિયત એ છે કે, સ્કોચ જેટલો જૂનો તેની ગુણવત્તા એટલી જ વધુ. સ્કોચનો બોટલો પર પણ નોંધવામાં આવતું હોય છે કે, દારૂ કેટલા વર્ષ જૂનો છે. જુના સ્કોચની માંગની સાથોસાથ ભાવ પણ વધુ હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે, સ્કોચને લાકડાની પેટીમાં રાખીને નદીના પટમાં વર્ષો સુધી દાટી દેવામાં આવે છે જેથી અંદરનું વાતાવરણમાં રહીને આ પ્રકારનો દારૂ વધુ સ્મૂધ બની જતો હોય છે.
સ્કોટલેન્ડની સ્કોચ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. આ બાબત ખૂબ મહત્વની છે કે, સ્કોટલેન્ડમાં સ્કોચના બોન્ડ વેચવામાં આવે છે. અમુક સમયગાળા દરમિયાન સ્કોચના બોન્ડ વેચાણ અર્થે કાઢવામાં આવે છે. જેથી રોકાણકારો બોન્ડ ખરીદીની વધુ સમય માટે સ્કોચને જમીનની અંદર જ રાખી મુકતા હોય છે. જેટલો જૂનો સ્કોચ તેની ગુણવતા એટલી જ વધુ અને જેટલી ગુણવતા વધુ તેટલા ભાવ પણ ઊંચા.
રોએટર્સ દ્વારા સમીક્ષા કરાયેલા દસ્તાવેજ મુજબ ભારતે તેની ૪ હજાર લશ્કરી દુકાનોને આયાત કરેલી ચીજવસ્તુઓ ખરીદવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં ડિયાજીયો અને પર્ણોડ રિકાર્ડ જેવી વિદેશી દારૂ કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
સંરક્ષણ કેન્ટિન્સ સૈનિકો ભૂતપૂર્વ સૈનિક અને તેમના પરિવારોને રાહત દરે દારૂ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય સમાન વેચે છે.
વાર્ષિક ૨ બિલિયનથી વધુના વેચાણ સાથે તેઓ ભારતની સૌથી મોટી રિટેલ ચેનમાંથી એક બની ગઈ છે.
સંરક્ષણ મંત્રાલયના ૧૯ ઓક્ટોબરના આંતરિક હુકમની સમીક્ષા હાથ ધરવામાં આવશે. રોઇટર્સએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સીધી આયાત કરેલી ચીજોની ખરીદી કરવી નહીં.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મે અને જુલાઈમાં આ મુદ્દે સૈન્ય, વાયુસેના અને નૌકાદળ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેનો હેતુ ઘરેલુ ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનને ટેકો આપવાનો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઓર્ડરમાં કયા ઉત્પાદનોને લક્ષ્યાંકિત કરવામાં આવશે તે સ્પષ્ટ કરાયું નથી. જો કે, ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આયાતી દારૂ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ વિંગ અનુસાર કેન્ટીનમાં વેચવામાં આવતા સમાન પૈકી આશરે ૭% જેટલો સમાન આયાતી હોય છે જેની ઉપર પ્રતિબંધ આવી શકે છે.
રોઇટર્સે જૂનમાં અહેવાલ આપ્યો હતો કે, પેનોદ અને ડાયેજિઓને આવા સરકારી સ્ટોર્સમાંથી તેમની આયાત કરેલી બ્રાન્ડના ઓર્ડર મળતા બંધ થઈ ગયા છે જે મામલે ડાયજેઓ અને પેર્નોદના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંરક્ષણ સ્ટોર્સ પર આયાત કરેલ દારૂનું વેચાણ વાર્ષિક વેચાણમાં આશરે ૧૭ મિલિયન ડોલર જેટલું છે.