Scorpio faceliftને લોન્ચ કરી છે. કંપનીએ તેની કિંમત 9.97 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, નવી દિલ્હી) રાખવામાં આવી છે.
નવી Scorpio faceliftમાં વધારે પાવર અને ટોર્ક સાથે રજૂ કરવામાં આવી છે. નવી 6 વેરિએન્ટ Scorpio s3 ,s5, s7 (120 bhp), S7 (140 bhp), S11 (140 bhp) અને S11 (4WD સાથે 140 bhp) સાથે ઉપલબ્ધ બનશે. તેમાં લુકની સાથે ઘણા અમેજિંગ ફીચર્સ આપવામાં આવ્યા છે.
નવી Scorpio માં mHawk એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે. જે 140 bhp નો પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે તેમાં 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે 6 જનરેશન બોર્ગ વોર્નર ટર્બો ચાર્જર આપવામાં આવ્યું છે. નવી Scorpio ના ઇન્ટિરીયરમાં પણ ફોક્સ લેદર ટ્રિટમેન્ટ આપવામાં આવી છે. તેમાં SUVમાં 9.1 Bosch ABS સાથે લેટેસ્ટ જનરેશન બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જે હાઇ સ્પીડ બ્રેકિંગ અને સારા બ્રેકિંગ ફીલ આપે છે.
નવી Scorpioમાં ડાયનેમિક આસિસ્ટ સાથે રિવર્સ પાર્કિલગ કમેરો, તથા નવો 1 ટચ લેન ચેન્ડ ઇન્ડીકેટર અને ઓટો વિંડો રોલ-અપ જેવી ટેક્નોલોજી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં એડવાન્સ ટેક્નોલોજી ફીચર્સની વાત કરીએ તો તેમાં સ્ટેટિક બ્લેન્ડિંગ ટેક્નોલોજી સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ, GPS સાથે 6 ઇંચ ટચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ઓટોમેટિક ટેપરેચર કંટ્રોલ આપવામાં આવશે.
નવી Scorpioના રફ રોડ અને ઓફ રોડમાં સુરક્ષિત રહેવા માટે ડીઝાઇન કરવામાં આવી છે. સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એયરબેગ્સ, એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ (ABS), પેનિક બ્રેક ઇન્ડીકેશન, એન્જિન ઇમમોબિલાઇજર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ SUV7, 8, અને 9 સીટર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો માટે તે 14 નવેમ્બરથી મહિન્દ્રા ડીલરશીપ પર 5 કલર ઓપ્શન- ન્યૂ પર્લ વ્હાઇટ (માત્ર S11), ડાયમંડ વ્હાઇટ (S11), નેપોલી બ્લેક, ડી સેટ સિલ્વરમાં મોલ્ટન રેડ ઉપલબ્ધ રહેશે.