• રાજ્યના 12 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર: સુરેન્દ્વનગર 44.7 ડિગ્રી સાથે સૌથી હોટ સિટી: અમદાવાદનું 44.2 અને રાજકોટનું 43.7 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહ્યો. આ વરસાદની માહોલમાં ગરમીનો પારો નીચે ગયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતું હવે ફરીથી અંગ દઝાડતી ગરમીની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની હવામાનની આગાહી આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરાયુ છે. આજથી 3 દિવસ અમદાવાદમાં ઓરેન્જ અલર્ટની આગાહી છે. આજથી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43-44 ડિગ્રી રહેશે. તો આજથી 3 દિવસ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાનની આગાહી છે. મે મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઇ હતી. છેલ્લા બે દિવસથી તો અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી નીચે ગયો જ નથી, જેના કારણે તીવ્ર ગરમી પડી રહી છે. આજે અમદાવાદનું તાપમાન વધી સિઝનમાં પહેલીવાર 44.3 ડિગ્રી પર પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેમ જણાતું હતું. જ્યારે ગ્રીન સિટી ગણાતુ ગાંધીનગરનું તાપમાન પણ 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ઉપરાંત 44.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન વર્તમાન ગરમીનું મોજુ યથાવત્ રહેશે અને રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉપરાંત સોરાષ્ટ્રમાં યલો એલર્ટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 7થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની વકી છે. નોંધનીય છે કે,અમદાવાદમાં 20 મે 2016ના રોજ રેકોર્ડ બ્રેક 48 ડિગ્રી ગરમી પડી હતી.અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફૂંકાઇ રહેલા ગરમ અને સૂકા પવનની અસરથી તાપમાન સતત વધી રહ્યું છે. શુક્રવારે પણ આકાશમાંથી વરસી રહેલા અગનગોળા યથાવત્ રહેતા ગુજરાત ભઠ્ઠી બન્યું હતું. સતત પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. સવારે 11 વાગ્યથી જ તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી અંગ દઝાડતી ગરમીનો અહેસાસ સવારથી જ થયો હતો. બપોરે તો ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતા આકાશમાંથી આગ વરસી રહી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો. ગરમીથી બચવા માટે લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. જેના કારણે ભરચક રહેતા વિસ્તાર પણ બપોરના સમયે સૂમસામ બન્યા હતા. બપોરે ગરમીથી બચવા લોકો તરેહ તરેહના કીમિયા અજમાવતા નજરે પડ્યા હતા. જ્યારે રાત્રે પણ ગરમ પવન ફૂંકાતા લોકોની ઉંઘ હરામ થઇ હતી. સમગ્ર દેશમાં યુપીના આગ્રામાં રેકોર્ડબ્રેક 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજસ્થાનના બાડમેરમાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતનુ સુરેન્દ્રનગર શહેર 44.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ રહ્યું. 44.2 ડિગ્રી સાથે અમદાવાદમાં પણ સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો. ડીસા 44.4 ડિગ્રી, ગ્રીન સિટી એવા પાટનગર ગાંધીનગરમાં પણ 44 ડિગ્રી ગરમીનો પારો પહોંચી ગયો હતો. ભૂજ 43.8, રાજકોટ 43.7, અમરેલી 43.2, વિદ્યાનગર 43.1, વડોદરા 42.2 ડિગ્રી તાપમાન નોધાયુ હતું. જોકે, આગામી દિવસોમાં પણ હજી ગરમીથી રાહત મળવાના કોઇ એંધાણ નથી.

અમદાવાદ         44.2

ડીસા                44.4

ગાંધીનગર         44.0

વડોદરા             42.2

ભુજ                  43.8

કંડલા                41.6

અમરેલી            43.2

રાજકોટ             43.7

સુરેન્દ્રનગર        44.7

કેશોદ                41.5

મહુવા               41.0

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.