રાજ્યવાસીઓએ હજુ આકરી ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. તો બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
રાજ્યના 10 શહેરમાં 39 ડિગ્રી પારો નોંધાયો હતો. તો ભુજ. રાજકોટ અને સુરેન્દ્રનગર માં 41 ડિગ્રી ઉપર પારો પહોંચ્યો છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સિઝનનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ ગરમી યથાવત રહેશે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળ્યો છે. હજી આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ગરમીનો માર સહન કરવો પડશે. નવી આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ ગરમીનો પારો ઘટશે. ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે જ ગરમીમાં થોડી રાહત થવાના અણસાર છે. આગાહી અનુસાર, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે. તો રાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી છે. દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે. તો અમદાવાદમાં ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન રહેશે.
- અમદાવાદ 41.1
- ગાંધીનગર 41.0
- વડોદરા 40.4
- ભુજ 39.9
- અમરેલી 41.6
- રાજકોટ 41.3
- સુરેન્દ્રનગર 40.1
- મહુવા 37.2
- કેશોદ 38.8