આજે પૃથ્વી પરથી અંતરિક્ષની દુનિયામાં વિવિધ ગ્રહો ઉપ જવા લાગ્યા છે. ત્યારે અંતરીક્ષની દુનિયાની ઘણી રોચક વાતો જાણવા મળી રહી છે. વિવિધ સંશોધનો હવા, પાણી, માનવ જીવન વસવાટ વગેરેની વાતો આજે વિવિધ યાન મોકલીને શોધ કરાય રહી છે.
તાજેતરમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો હેરાન થઇ ગયા કારણ કે તેમણે અંતરિક્ષમાં એક અજાુબો જોયો છે. એક એવી વસ્તુ નીહાળી જેની ગતિ ૫૯.૫૪ લાખ કિલોમીટર એક કલાકની છે. એટલે કે એક સેક્ધડમાં ૧૬૫૪ કિલોમીટર આજ સુધી વિશ્ર્વભરનાં અવકાશ ગ્રહો વિગેરેના સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ કયારે જોઇ ન હતી. તમામ દેશોના વૈજ્ઞાનિકો આ ગતિથી હેરાન-પરેશાન થઇ ગયા છે.
પૃથ્વીથી ર૯૦૦૦ પ્રકાશ વર્ષ દૂર છે આ વસ્તુ….
આ વસ્તુ આપણાં આકાશ ગંગાની વચ્ચે હાજર એક મોટા બ્લેક હોલમાંથી નીકળીને બહારની તરફ ઝડપથી ભાગી રહી છે. અત્યારે આ વસ્તુ પૃથ્વીથી અંદાજે ૨૯ હજાર પ્રકાર વર્ષ દૂર છે. તેની ગતિ સામાન્ય રીતે અંતરિક્ષમાં ઉડનાર વસ્તુઓ કરતાં દસ ગણી વધારે છે જે સારી બાબત નથી.
આ વસ્તુ શું છે?
અંતરીક્ષમાં ઘ્વનિની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપથી ભાગી રહેલ વસ્તુ એક તારો છે. તેનું નામ S5 HVS1 છે. આ એક એ ટાઇપનો તારો છે. એટલે કે આ યુવા તારો વછે. તેની ઉમંર વધુ નથી તેનું તાપમાન ૭૨૦૪ ડિગ્રી સેલ્સીયસ થી લઇને ૯૯૮૨ ડીગ્રી સેલ્સીયસ ની વચ્ચે છે. જયારે આપણા સૂર્યનું તાપમાન ૫૫૪૦ ડીગ્રી સેલ્સીયસ છે જેથી તે સૂર્ય કરતાં પણ ઘણો ગરમ છે.
વૈજ્ઞાનિક કાર્નેગી એબ્ઝરવેટરીનાં જણાવ્યા મુજબ આ વસ્તુ આપણા આકાશગંગામાં હાજર બ્લેક હોલ સેગિટેરિયસ એ માંથી નિકળે છે. આ બ્લેક હોલ આકાર આપણાં સૂર્ય કરતાં ૪૦ લાખ ગણો વધુ છે.
દુનિયાભરમાં વૈજ્ઞાનિકો આ વાતથી હેરાન છે કે આ વસ્તુ પૃથ્વીની નજીકથી નીકળે છે. આ પૃથ્વીથી ર૯૦૦૦ પ્રકાશ વર્ષ દુર છે. પરંતુ તેની જે ગતિ છે તેનાથી તેને અહીં પહોચવામાં વધુ સમય લાગતો નથી. અંતરિક્ષમાં જો કોઇ વસ્તુ ૧૬૫૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તેનું આ અંતર કંઇ અગત્યનું રહેતું નથી.
કાર્નેગી યુનિવર્સિટીના સગેઇ કોપોસોળે આ વસ્તુને શોધી છે. આ વસ્તુ ગ્રૂસ નક્ષત્રમાં શોધી છે. જેને ક્રેન નક્ષત્ર પણ કહેવાય છે સર્ગેઇએ વધુમાં જણાવેલ છે કે મોટાભાગે અમે ઝડપથી ભાગતી વસ્તુઓ અંતરિક્ષમાં જોઇ છે પરંતુ આટલી ઝડપે ભાગતી વસ્તુ પ્રથમવાર જોઇ રહ્યા છે. ખાસ રકીરને તેની આવી ઝડપી ગતિ હેરાન કરનારી છે.
અંતરિક્ષમાં અવાઝની ઝડપ કરતાં પાંચ ગણી વધુ ઝડપે ભાગી રહેલ એક યુવા તારો છે જેનું તાપમાન સૂર્ય કરતાં પણ વધુ છે. અને સૌથી મોટી ચિંતા તે પૃથ્વીની નજીકથી નીકળી છે. પૃથ્વી પરના પણ ઘણા રહસ્યો હજી અકબંધ છે ત્યારે અંતરિક્ષમાં તો વૈજ્ઞાનિકો શોધ સંશોધનો કરી રહ્યા છે. ત્યારે આવી ઝડપથી ભાગતો યુવા તારો શું કરશે તે ચિંતા અંતરિક્ષ વૈજ્ઞાનિકોને સતાવી રહી છે.