યુ.એસ. સ્થિત વુડ્સ હોલ ઓસનોગ્રાફીક ઈન્સ્ટીટયુશનના સંશોધકો પેંગ્વીનની વિવિધ પ્રજાતિઓ પર ગહન અભ્યાસ કરી રહ્યા છે

વૈજ્ઞાનિકો અવનવી શોધખોળ કરતા રહે છે ત્યારે હાલમાં વૈજ્ઞાનિકોએ એક નવું સ્થળ શોધી કાઢયું છે કે જયાં આજસુધી કોઈ માણસે પગ મુકયો નથી. દુર્ગમ બરફ આચ્છાદિત એન્ટાર્ટિકામાં અને ચીનથી દુર એવા ડેન્જર ટાપુ પર આ સ્થળ છે. અહીં વૈજ્ઞાનિકોએ અધધ…૧૫ લાખ પેંગ્વીન શોધી કાઢયા છે.

છેલ્લા ૪૦ વર્ષથી એન્ટાર્ટિકા પેનીન્સુલા પર પેગ્વીંનની સંખ્યામાં ઘટાડો પણ થઈ રહ્યો છે. અમેરિકાની ધી વુડ્સ હોલ ઓસનોગ્રાફીક ઈન્સ્ટીટયુશનના (ડબલ્યુએચઓઆઈ) સંશોધકો પેન્ગ્વીંનની વિવિધ જાતી અને પ્રજાતિઓ વિશે ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી રહ્યા છે.

અમેરિકાની સ્ટોની બુક યુનિવર્સિટીના પ્રોફેસર હેથર લીંન્ચે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ડેન્જર ટાપુ પર આટલી મોટી માત્રામાં પેંગ્વીન રહે છે અને આ જગ્યાથી પેંગ્વીન અનુકુળ છે તે આજ સુધી કોઈને ખબર ન હતી.

આ સ્થળને સુપરકોલોની નામ અપાયું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૪માં પણ આઈલેન્ડ પર નાસાએ મોટી માત્રામાં પેન્ગવીંનની તસવીરો કેદ કરી હતી. વર્ષ ૨૦૧૪માં નાસાના લીંચ એન્ડ કોલેજી મેથ્યુ સ્કવોલરે સેટેલાઈટ થકી આયલેન્ડની તસવીર ખેંચી હતી. જેમાં વિશાળ સંખ્યામાં પેન્ગ્વીન જોવા મળ્યા હતા. આયલેન્ડ પર પેન્ગવીંગની ગણતરી માટે સંશોધકો ડ્રોનનો ઉપયોગ કરે છે. ડિસેમ્બર ૨૦૧૫માં હજારોની સંખ્યામાં પેંગ્વીન જોવા મળ્યા હતા. ડ્રોન આયલેન્ડ પરથી એક સેક્ધડમાં એક ફોટો લેવામાં સક્ષમ છે. નોર્થસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર હજુમતસિંહે જણાવ્યું કે, આ ડ્રોન દ્વારા થ્રીડી અને ટુડીમાં પિકચર્સ જોઈ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.