કોરોનાના તમામ વેરીએન્ટમાં કારગત નિવડવાનો વૈજ્ઞાનિકોએ કર્યો દાવો !!!
સમગ્ર વિશ્વ કોરોનાના કપડા સમયનો સામનો કર્યો છે અને રસી જે આપવામાં આવી છે તેનાથી તેઓનું કોરોના સામે ઘણાખરા અંશે રક્ષણ પણ થયું છે. તો મુખ્ય વાત તો એ છે કે જે વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં જોવા મળ્યું હોય તેમને કોવિડ માંથી તેમનો બચાવ સંપૂર્ણ રીતે શક્ય બને છે. પરંતુ વૈજ્ઞાનિકોએ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું હતું કે માનવ શરીરમાં જે એન્ટીબોડી રહેલા છે તે કોરોનાને નાથવા માટે ખૂબ જ જરૂરી છે અને અસરકારક પણ છે. આ વાતને ધ્યાને વૈજ્ઞાનિકો દ્વારા એક નવી જ વેક્સિન બનાવવામાં આવશે કે જે માનવ શરીરમાં એન્ટીબોડી નું નિર્માણ કરે અને તે એન્ટીબોડી વિવિધ રોગો સામે લડે.
માનવ શરીરમાં કુદરતે એક વિશેષ ગોઠવણ કરી છે કે જેનાથી તેમના શરીરમાં એન્ટીબોડી નું નિર્માણ આપોઆપ થતું હોય છે પરંતુ જ્યારે આ સિસ્ટમમાં કોઈ ક્ષતિ ઉદભવિત થાય તો રસી રૂપે માનવ શરીરમાં એન્ટીબોડીનો સંચાર કરવામાં આવતો હોય છે. જે વ્યક્તિની જીવનશૈલી યથા યોગ્ય હોય અને સમયાંતરે તેમના શરીરનું ધ્યાન રાખવામાં આવતું હોય તો આપોઆપ તેમનામાં એન્ટીબોડી જનરેટ થાય છે અને વિવિધ પ્રકારના રોગો સામે લડવા માટે તે ઊભું રહે છે.
કોરોના કાકીંડાની જેમ રંગ બદલતો પણ જોવા મળ્યો છે અને વિવિધ તો પણ સમગ્ર વિશ્વમાં આવ્યા છે ત્યારે સારા એન્ટીબોડી હોવાથી એ તમામ રોગોને નાથવામાં અત્યંત કારગત નિવડે છે. આ વાતને ધ્યાને લઈ વૈજ્ઞાનિકો દ્વારા વાંદરા ઉપર વેક્સિન ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું અને એ વાત ઉપર પણ રિસર્ચ કરાયું હતું કે જે વ્યક્તિને આપવામાં આવી તેનાથી એન્ટીબોડી કેવી રીતે જનરેટ થાય છે અને કેટલા અસરકારક નિવડે છે વાયરસ ને નાથવા માટે.
રોગપ્રતિકારક શક્તિની સાથોસાથ આંતરિક જે જરૂરી તમામ પાસાઓ છે તેને યોગ્ય રીતે જો સાર સંભાળ લેવામાં આવે તો એન્ટીબોડી ખૂબ સારી રીતે બનતા હોય છે. તો હાલ લોકોની જીવનશૈલીમાં ઘણા ખરા બદલાવ આવ્યા છે અને તેના કારણે જે પ્રમાણે માનવ શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ જોવા મળવું જોઈએ તે મળતું નથી અને તેઓ વિવિધ રોગોના શકન જામા આવી જતા હોય છે. પરંતુ હાલ વૈજ્ઞાનિકો દ્વારા જે રસી બનાવવામાં આવી રહી છે તે કૃત્રિમ રીતે માનવ શરીરમાં એન્ટીબોડી નું નિર્માણ કરશે જે વિવિધ રોગો સામે લડવા માટે અકસીર સાબિત થશે.