‘મુકમ કરોતિ વાંચાલમ પાંગુમ લગયતેરિરિમ’ કહેવાય છે જે પડકારો અને મુશ્કેલીઓના પહાડ ગમે તેટલા ઉંચા કેમ ન હોય પરંતુ ઈચ્છાશકિત અને અવિચળ મહેનતના પરિણામે કઈ પણ અશકય નથી. ૨૧ વર્ષની ઉમ્રથી જ ‘ન્યુરોન મોર્ટાર’ નામની બિમારીથી પીડિત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની જીવનમાં અનેક અડચણો આવ્યા છતાં તેની મૃત્યુનો સમય નિકટ આવતા પહેલા વિશ્ર્વને અદભુત ભેટ આપતા ગયા.
બીજા ‘આઈન્સ્ટાઈન’ કહેવાતા સ્ટીફને ૭૬ વર્ષની ઉમ્રે ૧૪ માર્ચના રોજ દુનિયામાંથી વિદાય લીધી હતી. તેમણે અંતિમ પેપરમાં વિશ્ર્વના અંતની આગાહી કરવામાં આવી તેમાં એક સમાંતર બ્રહ્માંડની જાહેરાત પણ થઈ હતી. આમ વૈજ્ઞાનિક સ્ટીફને અન્ય બ્રહ્માંડ શોધીને, વિશ્ર્વના અંતની આગાહી કરી છે. તેમના સહ લેખક પ્રોફેસર થોમસ હર્ટગરો જણાવ્યું હતું કે, સ્ટીફનના પેપર્સ સાબિત કરી બતાવ્યું છે કે જયાં તારા પણ પહોંચી શકતા નથી ત્યાં સ્ટીફન પહોંચી શકે છે.
તેમને નોબલ પુરસ્કાર માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. સ્ટીફનની થીયરીમાં સામે આવ્યું હતું કે, એક નાના એવા બિંદુથી બ્રહ્માંડને જોઈ શકાય છે. એક પરીક્ષણ અને ગણિતના ફોર્મ્યુલાથી તે શકય બને છે. બ્રહ્માંડમાં રહેલા તારામંડળ પણ બ્લેકનેસમાં જતા નથી ત્યારે સ્ટીફને પોતાના વિઝનથી ઈતિહાસનું સર્જન કર્યું છે. ‘બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ના લેખક સ્ટીફન તેમની બે પત્નિ જેન, ઈલેઈન સહિત ત્રણ બાળકો સાથે રહેતા હતા. સ્ટીફન હોકિંગ્સની યાદમાં કેમ્બ્રીજ યુનિવર્સિટી તેની મૂર્તિ બનાવવાની છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com