રાજ્યમાં આગામી બજેટમાં સાયન્સ પ્રવાહમાં ભણવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતી યોજનાઓ લાવવા તૈયારી થઇ રહી છે. રાજ્ય સરકાર વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ વધે તે માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે.જ્યારે બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો રસ અને રુચિ વધવાને બદલે ઘટી રહી છે. જેના કારણે સાયન્સમાં છેલ્લા છ વર્ષમાં 45 હજારથી વધૂ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.2017માં ધોરણ 12 સાયન્સમાં 1,41,984 વિદ્યાર્થીઓ નોંધાયા હતા..જેની સંખ્યા 2021માં ઘટીને 1,07, 264 પહોંચી ગઈ છે.. દર વર્ષે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.છેલ્લા છ વર્ષમાં ધોરણ 12 સાયન્સમાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો 2017માં 141984, 2018માં 134439, 2019માં 123860, 2020માં 116494 અને 2021માં 107264 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

હવે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં મહત્તમ વિદ્યાર્થીઓ સાયન્સ રાખે તે માટે તેમને આર્થિક સહાય મળી રહે અને વિદ્યાર્થિનીઓને સાયન્સ લેવા ટકાવારીમાં છૂટછાટ આપવામાં આવશે

આગામી બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સ મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવે તેવી પુરી શક્યતા

છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહ્યો છે.તેથી હવે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં મહત્તમ વિદ્યાર્થીઓ સાયન્સ રાખે તે માટે તેમને આર્થિક સહાય મળી રહે અને વિદ્યાર્થિનીઓને સાયન્સ લેવા ટકાવારીમાં છૂટછાટ આપવામાં આવશે. ધોરણ-12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં છેલ્લા છ વર્ષમાં 45 હજાર જેટલો ઘટાડો થયો છે. જે શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2024-25 માટેના બજેટમાં શિક્ષણ વિભાગમાં આ મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવશે.

ધોરણ 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે અને વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ સાથે જોડાઇ રહે તે માટે તેમને આર્થિક રીતે સહયોગ આપતી યોજના બજેટમાં મૂકવામાં આવશે. તેમાં વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં સાયન્સ લેવા માટે પ્રેરાય તે હેતુથી તેમને ટકાવારીમાં પણ કેટલીક છૂટછાટ આપવા વિચારણા કરાઇ રહી છે. તે ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 50,340 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તબક્કાવાર વધુ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સના બોર્ડની પરીક્ષાના પરિણામની ગુણવત્તા ઉત્તરોતર ઘટી રહી છે. કોરોનાના કારણે માસ પ્રમોશન અને ઓનલાઇન ક્લાસના કારણે 2022ના વિદ્યાર્થીઓના પરિણામ નબળા આવ્યા હતા અને 196 વિદ્યાર્થીઓ જ એ ગ્રેડ મેળવી શક્યા હતા.

2017માં ધોરણ 12 સાયન્સમાં 1,41,984 વિદ્યાર્થીઓ સાયન્સમાં નોંધાયા હતા તે ઘટીને 2022માં 95,361 જેટલા થયા હતા. રાજ્યના 10 જિલ્લામાં એકપણ વિદ્યાર્થીને એ ગ્રેડ મળવા પામ્યો ન હતો.

ઈજનેરી કરતા મેડિકલ માટે વિદ્યાર્થીઓ લગભગ બમણા થયા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં 2022 વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ હતા. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ હતા. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.