શાળાઓએ  વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી આપવાની રહેશે

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.1ર સાયન્સની ર0 ફેબ્રુઆરીથી લેવામાં આવનારી પ્રાયોગિક પરીક્ષા માટેની હોલ ટિકીટ અપલોડ કરી દેવામાં આવી છે. શાળાઓએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકીટ ડાઉન લોડ કરી વિઘાર્થીઓને સહી સિકકા કરીને આપવાની રહેશે. ર0 ફેબ્રુઆરીથી શરુ થનારી પ્રાયોગિક પરીક્ષા ર8 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. પરીક્ષામાં ગેરરીતી ન થાય તે માટે બોર્ડ  દ્વારા સમગ્ર પરિક્ષાનું સંચાલન કરવામાં આવશે.

હોલ ટિકીટમાં વિસંગતતા જણાય તોતો તાત્કાલીક બોર્ડનો જરુરી આધાર સાથે સંપર્ક કરવા માટે સુચના અપાઇ છે.ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી ધો. 10 અને 1ર ની પરીક્ષા લેવામાં આવનાર છે. જો કે, આ પરીક્ષા પહેલા ર0 ફેબ્રુઆરીથી ધો.1ર સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાની સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

જેથી હવે પ્રાયોગિક પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરીક્ષા માટે વિઘાર્થીઓની હોલ ટિકીટ તૈયાર થઇ જતા ગુરુવારે રોજ બોર્ડ દ્વારા તમામ વિઘાર્થીઓની હોલ ટિકીટ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.