વિદ્યાર્થીઓએ સાયન્સથી ડરવુ ન જોઈએ: છાત્રો વૈજ્ઞાનિક અભિગમ કેળવે, વિજ્ઞાન સરળ છે વાલીઓ પોતાના સંતાનને અભ્યાસમાં દબાણ ન કરે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સાયન્સના ઢગલાબંધ કોર્ષમાં વિદ્યાર્થીઓ ઉજ્જળ કારકિર્દી ઘડી શકે છે, અલબત વિદેશથી છાત્રો સૌરાષ્ટ્ર યુનિ.માં સાયન્સ ભણવા આવે છે
વિજ્ઞાન અને ટેકનોલોજીના આજના યુગમાં સાયન્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે ભરપુર તકો રહેલી છે. છાત્રોએ સાયન્સથી ડરવું ન જોઈએ પરંતુ વૈજ્ઞાનિક અભિગમ કેળવે તો ચોકકસપણે ઉજ્જળ કારકિર્દી ઘડી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ઢગલાબંધ સાયન્સના કોર્ષ ઉપલબ્ધ છે. અલબત વિદેશથી પણ છાત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાયન્સનો અભ્યાસ કરવા આવતા હોવાનું ‘અબતક ચાય પે ચર્ચા’માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું.
ડો.ગીરીશ ભીમાણીએ ‘ચાય પે ચર્ચા’માં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં સાયન્સને લઈ વિદ્યાર્થીનો અભિગમ અગાઉના વર્ષ કરતા અલગ જણાય છે. અલગ એટલા માટે કેમ કે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે નકકી કરતા થયા છે કે કઈ દિશામાં શૈક્ષણિક કારકિર્દી બનાવવા માંગે છે. વિજ્ઞાનમાં અત્યારનો પ્રવાહ છે તેને જોતા દેશ અને દુનિયામાં જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને જે સંશોધનો થાય છે. એ હિસાબે ચોકકસ કહી શકાય કે વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો સાયન્સ પ્રત્યેનો અભિગમ એકદમ સરળ અને સુંદર છે.
મેડિકલ અને એન્જીનીયરીંગ સરખામણી કરવામાં આવે તો સાયન્સમાં આગળ વધનારા વિદ્યાર્થીઓ ઘટયા છે કે કેમ ? તે બાબતે તેઓએ જણાવ્યું કે, બન્નેની સરખામણીની વાત કરીએ તો મેડિકલની બેઠક મર્યાદિત હોય છે. એન્જીનીયરીંગમાં એ.આઈ.સી.ટી.ઈ. દ્વારા બેઠકની સંખ્યા નિર્ધારીત કરવામાં આવે છે. ધો.૧૨માં એ અને બી ગ્રુપ અને સામાન્ય તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કરતા એન્જીનીયરીંગની સંખ્યા વધારે છે. મેડિકલની બેઠકો ઓછી આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ બેસીક સાયન્સ તરફ વધુ વળ્યા છે. એનુ કારણ એક માત્ર એજ છે કે વર્તમાન સમયમાં તેને પોતાના કુટુંબનું આયોજન કરવાની જવાબદારી છે. સાથોસાથ તેને અભ્યાસ પણ કરવો છે તો બેસીક સાયન્સ જ એવુ છે કે જે થકી વિદ્યાર્થી પોતાની કારકિર્દી પણ બનાવી શકે અને કુટુંબમાં પણ મદદ‚પ થઈ શકે. ધો.૧૦ સુધી બાળકની માનસિકતા પરિપકવ હોતી નથી. વિદ્યાર્થી જે શાળામાં શિક્ષણ લેતા હોય ત્યાંના ગુ‚જનો જે રીતે વાત કરતા હોય તે આધારે ધો.૧૦ના પરીણામો પછી વિજ્ઞાન પ્રવાહમાં જવુ કે કોમર્સ પ્રવાહમાં જવુ તે નકકી કરતા હોય છે. એક ટકોર હું કરીશ કે મા-બાપ પણ એટલા જ જવાબદાર છે. મા-બાપ ફોર્સ કરતા હોય છે કે સાયન્સ પ્રવાહમાં જ જવાનું છે. અપેક્ષા વધુ રાખતા હોય છે પરંતુ વાલીઓએ નથી જોતા કે પોતાના સંતાનોની બૌદ્ધિકતા શું છે એ વિચારવું જોઈએ.
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી હોય તેમના વાલી એવું વિચારતા કે પોતાનું સંતાન મેડિકલમાં જાય, એન્જીનીયરીંગમાં જાય કે પેરા મેડિકલમાં જાય. છેલ્લા ૨ વર્ષથી જોવા મળે છે કે મા-બાપ પોતે પોતાના સંતાનોને પ્રોત્સાહિત કરે છે. બેઝીક સાયન્સમાં જઈએ તો પણ ઘણા રસ્તાઓ છે. સૌ.યુનિ.એ વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા ૬ વર્ષથી નિયમ કર્યો છે કે ૧૨ પાસ વિદ્યાર્થી બી.એસસીમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકે છે.
રાજયની અન્ય યુનિ.માં અભ્યાસક્રમો ચાલતા હોય ફિઝીકસ, કેમેસ્ટ્રી, મેથેમેટીકસ સાથો સાથ ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટ જે મુંબઈ સ્થિત છે ત્યા આપણે ફુડ સાયન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શ‚ કર્યો છે. આનો જયારે વિચાર આવ્યો ત્યારે લાગ્યુ કે આ કોર્ષ અલગ રીતે કરીએ. વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર વિશ્ર્વમાં દેશ અને વિદેશમાં ફાસ્ટફુડનો જમાનો છે તો આ માટે પંચધારક એટલે ફાઈવ સ્ટાર હોટેલના શેર્ફ એને પણ સાંકળ્યા એમની સાથે ચર્ચા કરી સાથો સાથ ફાસ્ટ ફુડ બનાવતી કંપનીઓને અને તેમાં કામ કરતા ટેકનીશયનોને સાંકળ્યા અને બી.એસસી ફુડ સાયન્સમાંનો કોર્સ શ‚ કર્યો અને તેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સારી કારકિર્દીથી રોજગારી મેળવી છે.
અનુસ્નાતક કક્ષાએ સમગ્ર પશ્ર્ચિમ ભારતમાં આપણી સૌ.યુનિ. એવી છે કે જેણે એશિયાની વાઈલ્ડ લાઈફ સંસ્થા છે જે હિન્દુસ્તાનમાં ઉતરાખંડ અને દહેરાદુનમાં આવેલ છે. જેનું નામ છે વાઈલ્ડ લાઈફ ઓફ ઈન્ડીયા જે આપણી યુર્નિ.ની એમ.એસ.સી અને પી.એચ.ડી.ની ડીગ્રી આપે છે. એટલુ જ નહી પણ વર્લ્ડના વાઈલ્ડ લાઈફરોમાં ટોપ ટેનમાં વર્લ્ડના ૬ વાઈલ્ડ લાઈફરો સૌ.યુનિ.માં છે.
વિજ્ઞાન પ્રવાહમાં એવા કયાં કોષ છે જેમાં વિઘાર્થી ઉજજવળ કારકીર્દી બનાવી શકે ?
તેના જવાબમાં ડો. ભીમાણી જણાવે છે કે વિજ્ઞાન જણાવે છે કે વિજ્ઞાન વિઘા શાખાના મૂળ જેમાં ગણિત, ભૌતિક, રસાયિણ, માઇક્રો બાયોલોજી આ વિષયો ઉપરાંત વિજ્ઞાન વિઘા શાખામાં એક નુતન અભિગમ અપનાવા જઇ રહ્યાં છે. જેમાં સ્નાતકમાં તો ૧રમું ધોરણ પાસ હોય એ પ્રવેશ મેળવે. અનુસ્તાકમાં પણ વિષયો અને વિઘાશાખાના વાળાઓ હતા તે તોડીને એક બીજો અભિગમ લાવી રહ્યાં છીએ. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર્સનો અભ્યાસ કર્યા પછી માસ્ટર ઓફ સાયન્સ ઇર્ન્ફોમેશન ટકે. એન્ડ કોમ્પ્યુટર્સ એપ્લીકેશનનો અભ્યાસક્રમ ચાલે છે. હવે તે કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવસીટીમાંથી ગ્રામ્ય વિસ્તારના વિઘાર્થીઓ કે જેના વાલીઓ ખેત મંજુરી કરે તેવા વિઘાર્થી બેચરલ ઓફ કમ્પ્યુટર્સ કીર માસ્ટક કરી પ્રોજેકટમાં આગળ વઘ્યા.
દસમાં ધોરણ પછી વિઘાર્થીઓ દેખા દેખીમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. થોડા સમય બાદ તેઓને સમજાય છે. તો રાજય સરકારે ખુબ જ સરાહનીય આયોજન કર્યુ છે કે કોઇપણ વિઘાર્થી ધો.૮ પાસ હોય એ આઠ પાસ કર્યા પછી આઇ.ટી. આઇ. ના અભ્યાસક્રમ કર્યા હોય, તો તેને ધોરણ ૧ર સમકક્ષ ગણી કોઇપણ યુનિવર્સીટીમાં પ્રવેશ આપવો. કહેવાનો અર્થ કે ૧૦માં પછી ડીપ્લોમાં જાય તો વચ્ચેથી નીકળી જાય તો તે ડીપ્લો છોડી આઇ.ટી.આઇ. સાયન્સમાં જઇ શકે.
ઘણાં વિઘાર્થીઓને સાયન્સથી ડર હોય છે. તે બાબતે ડો. ભીમાણી જણાવે વે કે કોઇપણ વિષય હોય ભણાવાની સાથે સુંસગતતા કરી ત્યારે કોઇપણ વિષય અધરો જ લાગે. પણ જો એ વિષયને શીખવાનો અભિગમ કેળવીએ તો એ વિષય સહેલો લાગે. જયારે કોઇપણ શિક્ષક વિઘાર્થીને ભણાવતો હોય છે ત્યારે ચોપડીમાં છાપેલા ઉદાહરણો આપે ત્યારે કોઇપણ વિષય અધરો જ લાગે. પણ ગુરુજન પુસ્તકમાં આપ્યા સિવાયના ઉદાહરણ આપે ત્યારે એ વિષય વિઘાર્થીને સહેલો લાગે. હાલ આંકડાશાસ્ત્ર બધાને અધરો લાગે કેમ કે તેને ભણાવામાં એવી રીતે આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની અને અન્ય વિદેશની યુનિવર્સીટીની તફાવતની વાત કરવામાં આવે તો વિદેશી યુનિવર્સીટીના વિઘાર્થીઓ લગભગ ૨૩ જેટલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે. જે યમન, સીરીયા, અફઘાનિસ્તાનથી આવેલા છે. તો વિઘાર્થીઓએ એવું કહ્યું કે અહીંનો ટીચીંગ એપ્રોચ અઘ્યાપકો તરફથી વિઘાર્થી પ્રત્યેનો જ અભિગમ છે તે અલગ છે. અમારે ત્યાં અમે સરળતાથી અઘ્યાપકોને મળી શકતાં નથી. અહીં અમને જે કંઇ ખબર ન પડી હોય તો અઘ્યાપકોને ‚બ‚ પણ મળી શકીએ છીએ અને મુશ્કેલી દુર કરી શકીએ છીએ.
આખા વિશ્ર્વમાં ર્ઓનીથોલોજી એટલી પક્ષીઓ પરનું વિજ્ઞાન આખા વિશ્ર્વમાં કુલ આની છ સંસ્થાઓ છે એમાની એશીયાની એક માત્ર સંસ્થા હિન્દુસ્તાનમાં છે. કોઇમ્બતુરમાં સલીમ અલી જે પક્ષીના નામ પર છે. તે કેન્દ્ર સરકાર અંતર્ગત ચાલે છે. આ સંસ્થા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના પ્રયાસથી અંદાજીત ત્રણ વર્ષની મહેનતના હિસાબે જુન ૨૦૧૬ થી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાઇ ગઇ છે. ર જુન ૨૦૧૮ થી એમ.એસ.સી. ઓર્થોનોલાજી ના કાર્યક્રમ શરુ કરવા જઇ રહી છે.
અત્યારે સમાજમાં વાલીઓમૉ, ચેષ્ઠી શ્રેષ્ઠીઓને એમ થાય છે કે મા‚ સંતાન વિદેશમાં ભણે એવી હોડ જાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલો.
વિઘાર્થી વિદેશ ભણવા જાય છે અને વિદેશની યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવે છે. તો રાજયની અન્ય યુનિવર્સીટી કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે. સામાજીક ચેતનાનો આ પ્રશ્ર્ન છે. સમાજના દરેક વર્ગના લોકોએ વિચારવાનો આ પ્રશ્ર્ન છે. આપણે ત્યાં આટલી સારી સુવિધા હોય તો આપણા સંતાનોને બહાર શા માટે મોકલવા જોઇએ. વાલીઓએ એ પણ જોવું જોઇએ કે પોતાનું બાળક વિદેશથી ભણીને આવે પછી અહીં કારકીદી શું ?
ધીમે ધીમે સમાજમાં ચેતનાઓ આવતી થઇ છે. એક તબકકો હતો કે વિઘાર્થી બહાર જતા પણ હવે સમાજ જાગૃત થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશ ભણવા જતા વિઘાર્થીનો આંક ઘટયો છે.
એન.આર.આઇ. વિઘાર્થી જે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આવ્યા છે. એ વિજ્ઞાન વિદ્યાશાખામાં પણ છ ફાર્મસી, મેનેજમેન્ટ અને ફાર્મસી વિઘા શાખામાં છે. યુનિવર્સીટીમાં વિદેશ નિયામક સેલ છે. એ પણ એન.આર.આઇ. વિઘાર્થીની કારકીર્દી ઘડવા પ્રયત્નો કરે છે. જે તે ફેકલ્ટીના ડીન પણ પ્રપ્તન કરે છે.
જે તે દેશની યુનિવર્સીટીમાં પણ પત્રો પાઠવવા પડે છે અને હું ચોકકસ કંઇક કે ગુજરાત રાજયની પ્રાઇવેટ, સ્ટાફ ક્ધવીશનલ અને બીજી અન્ય કુલ ૬૪ યુનિવર્સીટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ડીગ્રીઓ કરવા આવતા વિઘાર્થીઓનો ફલો વઘ્યો છે.
સાયન્સ ક્ષેત્રે અભ્યાસક્રમમાં શું બદલાવ કરવાની જ‚ર છે ? તેમ પ્રત્યુતરમાં ડો. ભીમાણીએ જણાવ્યું કે આપણે દર ત્રણ વર્ષે અભ્યાસક્રમ નિરંતર ફેર-બદલ કરતા આવીએ છીએ. અને વિજ્ઞાન વિઘા શાખામાં અનન્ય વિષય આવે છે. તો અભ્યાસક્રમ ફરે બદલનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વિજ્ઞાન વિધાશાખા હેઠળ અલગ અલગ વિષયોની અભ્યાસ સમિતિ હોય છે. જેમાં ઉદ્યોગો સાથે સંકળાયેલ ઔદ્યોગીક માણસોને નિમણુંક કરીએ છીએ તેમના પણ વિચારો લઈએ છીએ તેમ ડીન અધર ધેન ડીન અને અન્ય અભ્યાસ સમિતિના સભ્યો પણ પોતાના વિષયને લગતી ઈન્સ્ટ્રીઝની મુલાકાત લે છે. એસોસીએશન સાથે મુલાકાત કરી પરામર્શ કરે છે. અને ઉદ્યોગોની માંગ કેવી છે સાથોસાથ સામાજીક રીતે મૂલ્ય કેવું રહેશે તેને ધ્યાનમાં લઈ દર ત્રણ વર્ષે અભ્યાસક્રમમાં ફેરબદલ કરવામાં આવે છે. તેના પરિણામ સ્વરૂપે વિજ્ઞાન વિધા રાખવામાં કેમેસ્ટ્રી, બાયો સાયન્સ ડીપાર્ટમેન્ટ, માઈકો બાયોટેકનોલોજી, મેથેમેટીકસ, ફીઝીકસ, ઈલેકટ્રોનીક સહિતના વિષયોમાં ફેરબદલ કરીએ છીએ વિદશ કંપની ભારતમાં આવી આપણી સૌ.યુનિ.ના વિદ્યાર્થી ભારતમાં રહી કામ કરે છે.
વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમ ત્યારે જ બની શકે કે જયારે અધ્યાપકો દ્વારા સરળ રીતે શીખવવામા આવે એટલે અમે સાયન્સ ફેકલ્ટીમાં એક લોગન આપ્યું છે કે લર્નિંગ પ્રોસેસમાંથી પસાર થવું.
ધો.૧૨ સાયન્સનું પરિણામ દર વર્ષ સા‚ આવતું હોય છે. છતા મેડીકલ અને એન્જીનીયરીંગમાં હજારો સીટો ખાલી પડે છે. તેના કારણ અને તેનો ઉકેલ અંગે ડો. ભીમાણી જણાવે છે કે મુખ્ય કારણ મારી દ્રષ્ટીએ ફીનું હોઈ શકે રાજય સરકાર સંચાલીત ઈજનેર કોલેજ હોય કે તબીબી કોલેજનું છે સ્ટ્રકચર ઓછુ હોય છે તો સ્વર્નિભર કોલેજો છે એનું ફી સ્ટ્રકચર ખૂબજ ઉંચુ હોય છે. વાલી પણ અત્યારે વિચારતો થયો છે. કે સંતાન ઈજનેર થાય ત્યાર બાદ વ્યવસાય સાથે જોડાય ત્યારે ઈજનેર બન્યા બાદ ૨૫ ટકા ખર્ચમાં વિદ્યાર્થી બી.એસ.સી. કે અન્ય ડીગ્રીઓ મેળવી શકે બેઠકો ખાલી રહેવામાં મોટુ કારણ કે વિદ્યાર્થીઓને પોતાના ઘર પરિવારથી દૂર જવું અનુકુળ નથી આવતુ તો સમાજને હું વિનંતી કરીશ કે આપણા સંતાનોને પોતાની રીતે પોતાની કારકીર્દી બનાવવામાં નિર્ણય લેતો કરે અને સાથોસાથ સમાજ જીવનની પણ તાલીમ આપવાની જ‚રીયાત છે.
વિદ્યાર્થીઓમાં કયાક હતાશા અને નિરાશ પણ દેખાય છે. એવી ઘટના ધણી વાર બને છે. બાળક જયારે ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં આવે એટલે મુશ્કેલી જોવા મળે છે. તો આના માટે સંતાનોના મા- બાપ જવાબદાર છે. જો બાળક રોટલીમાંથી પીઝા ખાઈ શકે તો ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં સરળતાથી કેમ જઈના શકે? તેના માટે વાતાવરણ એવું ઉભુ કરવું પડે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ ડિપાર્ટમેન્ટ ભવનમાં સંશોધકોએ ટામેટામાંથી વીજળી ઉત્પન્ન કરતી પેટન બનાવી છે. એટલું જ નહી પરંતુ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં ઓર્ગેનીકમાં એન્ટી કેન્સર ડ્રગો શોધાય છે. રસાયણ શાસ્ત્રના એક અધ્યાપક જેનુ નામ વાઈટીન નલીયાપરા કે જેને એવું કેમીકલ બનાવ્યું છે કે એ કેમીકલ્સમાં કપડા બોળી દો અને સૂકવી દો પછી તેના પર ગમે તેટલુ પાણી રેડવામા આવે તો પણ ભીના થતા નથી.
આંતરરાષ્ટ્રીય પરિષદોને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધનને આધારે સ્વીકૃતી આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ વિદેશ કક્ષાએ જઈને ત્યાના વૈજ્ઞાનિકો સાથે કામ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરી રહ્યા છે.