રાજકોટમાં 10 વર્ષથી દોરા, ધગા, જયોતિષ કામ, મૂળાની વિધિથક્ષ ઉતારનું કામ કનાર વણિક જયોતિષી અશ્ર્વીન મણીલાલ મહેતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે, તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી 1083 મો સફળ પર્દાફાશ કર્યો હતો. વકીલ સાથે છેતરપીંડી કરતા જયોતિષીનો ભાંડાફોડ થયો હતો. ત્રણ માસથી ભાગતો ફરતો જયોતિષીને લોકઅપનો અનુભવ થવાથી હોંશકોંશ ઉડી ગયા હતા.
બનાવની વિગતમાં રાજકોટ મ્યુનિ. આવાસ શ્રી રામ ટાઉનશીપમાં રહેતા હિતેષ અચાનક બિમાર પડી ગયા ગમેતે વસ્તુનો ઘા કરે, તારો જીવ લઈને છોડીશ પછી બેભાન હાલતમા થઈ જતા તેમના મિત્રોએ ડોકટરી ઉપચાર સાથે જયોતિષી અશ્ર્વીન મહેતાનો સંપર્ક કર્યો દર્દીની હાલત જોઈ તાત્કાલીક વિધિ કરવી પડશે. કાળુ કપડુ એક શ્રીફળ, લીંબુ સાથે રૂ.2500 ઉતારના મઢમાં મૂકવામાટે આપવા પડશે. મજબૂર પરિવારે વિધિના આપ્યા બાદ રૂ.4000ની માંગણી કરેલ મૂળાની વિધિથી દર્દીનેકશુ જ સારૂ થયું નથી. ધોરાજીના વકીલ અશ્ર્વીન નાનજીભાઈ ગોહેલ, પણ કડવો અનુભવ થયો હતો. તેથી અન્ય પરિવારોને આ જયોતિષી છેતરે નહી તેમાટે તાલુકા પોલીસ સ્ટેશન અને વિજ્ઞાન જાથામાં અરજીની નકલ આપી તાંત્રીત વિધિની વિસ્તૃત માહિતી સાથે જયોતિષીને પાઠ ભણાવવાનું નકકી કર્યું. જયોતિષી અશ્ર્વીન મહેતાની પોલીસને ખબર પડતા તાબડતોડ તપાસનીશ કોન્સ્ટે. ચૌહાણ પોલીસ વાન લઈને પહોચી ગયા જયોતિષીના હોંશકોંગ ઉડી ગયા જયોતિષીને વાસ્તવમા પરિચય થયો. છેતરપીંડીના કર્મો યાદ આવી ગયા વકીલને રૂપીયા આપી દેવા છે. જયોતિષીનું લોકઅપનો અનુભવ થયો પોલીસે અટકાયતી પગલા લઈ ભોગ બનેલને રૂબરૂ બોલાવી તપાસનું કામ પૂરૂ કયું. રાજયમાં દોરા-ધાગા, જયોતિષ કે ભુવા, મુંજાવર, પાદરીથી છેતરાયેલા લોકોએ માહિતી મો. 98252 16689 ઉપર જણાવવા કાર્યાલય મંત્રીની યાદીમાં જણાવાયું છે.