૫૫૦ તાલીમાર્થીઓને અંધ શ્રધ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક તથ્યોની સમજવા પર ભાર મૂકાયો
જૂનાગઢ જિલ્લાનાં ચોકી (સોરઠ) એસ.આર.પી. તાલીમ કેન્દ્ર અને પોલીસ તાલીમ કેન્દ્રમા તાલીમ લેવા આવેલા ૫૫૦ તાલીમાર્થીઓમાં અંધશ્રધ્ધા દૂર થાય તે માટેનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોક જાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. નોકરી દરમ્યાન ફરજ નિષ્ઠા, અનુભવનો ડગલેને પગલે પયોગ કરઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ભૂતપ્રેત ડાકણ, ચુડેલ, જીન્નાતનું અસ્તિત્વ જ નથી તેની સચોટ વાત મૂકવામાં આવી હતી તાલીમાર્થીઓનાં મુંઝવતા પ્રશ્ર્નોના જવાબ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદઘાટન તાલીમાર્થી હસ્તે કરવામાં આવ્યુંહતુ ડી.વાય.એસ.પી. મહેન્દ્રસિંહ સોલંકી, ડી. વાય. એસ. પી. શૈલેષ એમ. પટેલ પો. ઈન્સ. એન. કે. ટાંક, પો.ઈન્સ. ડી. એસ. વ્યાસ હાજર રહ્યા હતા.
જૂનાગઢ ચોકી તાલીમ ભવનના પ્રિન્સીપાલ અને આઈ.જી.પી. એમ. એમ. અનારવાલાએ તાલીમાર્થીઓને નોકરી દરમ્યાન પોતાના અનુભવોની નિખાલસ વાત કરી હતી. અંધશ્રધ્ધા માનવીને પાયમાલ કરી દે છે. કુટુંબને બરબાદી મળે છે તેની સામે વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ અપનાવવાથી સુખનો અનુભવ થશે. વિજ્ઞાનથી માનવી જાગૃત થયો છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું કેમાનવીનું વર્તન કાર્ય ૨૧મી સદીને અનુરૂપ હોવું જોઈએ આપણે ગાડા યુગમાંથી જેટ વિમાન યુગમાં આવ્યા, ટેકનોલોજી માનવીઅ હરણફાળ પ્રગતિ કરી તે નજરે જોઈ શકીએ છીએ સદીઓ પહેલાના ઈતિહાસ, માન્યતા, રિવાજ વિગેરે વિજ્ઞાન કસોટી ઉપર કરતા સાચી માહિતી મળે છે. જુનુ વળગણ છોડવાના દિવસો છે. પુરાણ જ્ઞાન જે તે સમયે સ્તુત્ય હશે પરંતુ આજે વિજ્ઞાનની શોધથી અનેક જગ્યાએ ફાયદા જોવા મળે છે. વિશેષમાં પંડયાએ જણાવ્યું કે ભૂત પ્રેત, ડાકણ, ચુડેલ, જીન્નાત, મામો, ખવીશ, આસુરી શકિત, અદ્રશ્ય શકિત મૂઠચૌટ, મેલી વિધા, અધોરી શકિત જેવુય દુનિયામાં કયાંય અસ્તિત્વ જ નથી તેના નામે કર્મકાંડ ક્રિયાકાંડો, માન્યતાઓ, ભ્રમણાઓ ફેલાવી શારીરીક, માનસીક, આર્થિક શોષણ લૂંટ કરવામાં આવે છે તેમાંથી સાવધાની રાખવા જાથા અનુરોધ કરે છે.
ચોકી સોરઠના ડીવાયએસપી સોલંકી, ડીવાયએસપી પટેલ પો.ઈન્સ. પી.એસ.આઈ. તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જાથાના મેશ રાવ, રોમિત રાજદેવ, ગુલાબસિહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, સ્થાનિક કાર્યકરો પ્રયોગ નિદર્શનમાં જોડાયા હતા.