વર્તમાન પરિસ્થિતિમાં લોકો ખૂબ જ તણાવભર્યું જીવન જીવતા હોય છે તેમજ ખાસ કરીને બાળકો નાની ઉંમરથી જ ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે.શિક્ષકો માટે ખાસ રાજકોટના ગઢકા રોડ પાસે આવેલા નવનિર્મિત બ્રહ્માકુમારી ધ હેપ્પી વિલેજ ના પ્રાકૃતિક ખોળે તારીખ 5 ફેબ્રુઆરી રવિવારના રોજ શિક્ષકો માટે સાયન્સ ઓફ હેપ્પીનેસ અને મેડીટેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર પ્રો ગિરીશજી એ શિક્ષકોને મૂલ્ય શિક્ષા અને ખુશનુમાં જીવન પદ્ધતિ પર માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ મુકેશ ડાંગર તેમજ 150 જેટલા શિક્ષકોએ આ સેમીનારનો લાભ લીધો હતો. આનંદ એટલે કે ખુશી એ જીવન જીવવા માટે ખૂબ જ અગત્યનું તેમજ આત્મ અને મોક્ષ માટેનું અગત્યનું પરિમાણ છે ત્યારે આ સેમિનાર દ્વારા શિક્ષકો પોતાના જીવનમાં તેમજ બાળકોના જીવનમાં મૂલ્ય શિક્ષણ અને ખુશીથી જીવન જીવવાના માર્ગો મેળવી શકે તેવી એક ઉમદા તક બ્રહ્માકુમારી દ્વારા તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી રહી છે જેથી દરેક શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓના જીવનને પ્રોત્સાહિત તેમજ ઉમદા રીતે ખુશીઓથી કેવી રીતે પસાર કરી શકે તે માટે વધુને વધુ પ્રયત્નો કરી શકે.
વિશ્વમાંમાં હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો કરવાનું માર્ગદર્શન એટલે બ્રહ્માકુમારીઝ સંસ્થા: બી.એસ.કૈલા
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી દ્વારા શિક્ષકોને ખાસ વેલ્યુ એજ્યુકેશન એટલે કે મૂલ્ય શિક્ષા આધારિત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તે રાજકોટ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. બાળકોના ઉજવળ ભવિષ્ય માટે વાલીઓ શિક્ષકો અને બાળકો ત્રણેયને મૂલ્ય શિક્ષણ મળવું એ ખૂબ જ અગત્યનું છે. ઘણી બધી સંસ્થાઓ આ અંગે કાર્યરત છે પરંતુ બ્રહ્મકુમારીઝ દ્વારા કરવામાં આવતું કાર્ય ખૂબ જ ઉમદા છે જેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે વિશ્વ આખું તળાવ અને હતાશા અનુભવી રહ્યું હોય ત્યારે બ્રહ્માકુમારીઝ જીવનને કઈ રીતે આનંદમય રીતે જીવી શકાય તેમ જ હેપીનેસ ઇન્ડેક્સમાં કઈ રીતે વધારો કરી શકાય તેનો માર્ગ આપે છે.
જીવન જીવવાની સાચી ઢબ આવડી જાય તો,જીવન ખૂબ જ સરળ છે: મુકેશ ડાંગર
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક મહાસંગના અધ્યક્ષ મુકેશ ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ પ્રજાપિતા બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શિક્ષકો માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તે ખૂબ જ આનંદની વાત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો લાભ ફક્ત શિક્ષકો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને પણ મળશે. રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના 150 થી વધુ શિક્ષકોએ સાયન્સ ઓફ હેપીનેસ એન્ડ મેડીટેશન સેમિનારનો લાભ લીધો છે. આ સેમિનારના થયેલ અનુભવ વિશે જણાવતા કહ્યું હતું કે માનવ જીવન ખૂબ જ વિડમણાઓથી ભરેલું હોય છે ત્યારે એક વ્યક્તિ પરિવાર સમાજ કે બીજી ઘણી બધી પરિસ્થિતિઓની મુશ્કેલીઓ સાથે જીવતી હોય છે ત્યારે આ સેમિનાર માર્ગદર્શન આપે છે કે જીવંત તો ખૂબ જ સરળ છે પરંતુ જો તેને યોગ્ય રીતે સાથે જીવતા શીખીએ તો જીવનમાં ખૂબ જ આગળ વધી શકીએ છીએ અને આપણા બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે પણ સાચો રસ્તો તેમને દેખાડી શકીએ છીએ.
જીવન ખુશીઓ માટે નહીં પરંતુ ખુશીથી જીવવું એ જ સાચો માર્ગ: પ્રોફેસર ગીરીશભાઈ
પ્રોફેસર ગીરીશ ભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોને માર્ગદર્શન આપવાનો હતો કારણ કે તેઓ બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે કાર્યકર્તા હોય છે ત્યારે એ ખૂબ જ જરૂરી બની જાય છે કે બાળકોને નાની ઉંમરથી જ મૂલ્ય શિક્ષણ મળે. તેઓએ જણાવ્યું હતું કે ખુશીઓ માટે લોકોની વ્યાખ્યા ખૂબ જ અધુરી છે જો મને મારી ગમતી વસ્તુ મળશે તો જ હું ખુશ રહીશ.દરેક વ્યક્તિ ખુશી મેળવવા માટે જીવે છે પરંતુ વાસ્તવમાં જીવન ખુશી મેળવવા માટે નહીં પરંતુ ખુશીથી જીવવું જોઈએ ” હું ખુશ છું અને ખૂશીથી દરેક કાર્ય કરીશ.” આ સાથે તેમણે ધ્યાન નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જે રીતે શરીર માટે ખોરાક જરૂરી છે તેવી જ રીતે આત્મા માટે ધ્યાન ખૂબ જ અગત્યનું છે જે રીતે આપણે જીવનમાં બીજી પ્રવૃત્તિઓ માટે સમય કાઢીએ છીએ તે જ રીતે ધ્યાન માટે પણ સમય કાઢવો એ ખૂબ જ અગત્યનો છે. વધુ તેમણે ઉમેર્યુ હતું કે એ ભ્રમ છે કે ઘ્યાન ફક્ત બંધ આંખોથી જ થાય છે પરંતુ ધ્યાન મનથી કરવાનું હોય છે જેથી જે પણ કાર્ય મન લગાવીને કરીએ તે એક પ્રકારનું ધ્યાન જ છે.