‘અબતક’ ડિજિટલ મીડિયા અને ચેનલ પર લાઇવ પ્રસારણ
100 થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ રજુ કર્યા વિજ્ઞાનના વિવિધ મોડેલ્સ સોલાર ઉર્જા સ્માર્ટ સિટી અને બેટરી સંચાલિત મોડેલે આકર્ષક જગાવ્યું
અબતક, રાજકોટ
આજે શહેરમાં નેશનલ સાયન્સ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિવિધ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઇને પોતાની કૃત્તિ, મોડેલ્સ રજુ કર્યા હતા. ક્રિષ્ના સ્કુલ ખાતે 100 થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ સૌર ઉર્જા બેટરી કાર ગ્રીન સીટી પ્રદુષણ નિવારણ, સોલાર સંચાલિત કાર જેવા વિવિધ પ્રોજેકટ રજુ કર્યા હતા.
‘અબતક’ ડિજીટલ મીડિયાના વિવિધ પ્લેટ ફોર્મ અને ચેનલ પર આ લાઇવ પ્રસારણ હજારો લોકોએ નિહાળ્યું હતુઁ. કૃત્તિ રજુ કરનાર ટબુડકા છાત્રા પોતાના પ્રોજેકટની ત્રિવિધ ભાષામાં સમજાવતા હતા. વિજ્ઞાન મેળાનો હેતુ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિ કોણ કેળવાય તેવો હતો. વિશાળ સંખ્યામાં વાલીઓ આ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા.રોજીંદા જીવનમાં વિજ્ઞાનના ઉપયોગ જેવી સમજ સાથે ધો. 1 ના સાવ નાના બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રોજેકટ રજુ કરીને સૌને પ્રભાવિત કર્યા હતા.
સતત ચાર કલાક ચાલેલા આ સાયન્સ ફેરનો હજારો લોકોએ રુબરુ નિહાળીને ‘અબતક’ ના વિવિધ પ્લેટફોર્મ ઉપર લાઇવ પણ નિહાળ્યો હતો.આજના યુગમાં વિજ્ઞાન શિક્ષણ પરત્વે અને પર્યાવરણ બચાવ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં જન જાગૃતિ લાવવા આવા વિજ્ઞાન મેળાનું મહત્વ હોવાથી આ મેળામાં નાના બાળકોએ ઉત્સાહ ઉમંગ સાથે પોતાના મોડેલ્સ બનાવીને અનેરો આનંદ માણીને ‘જય વિજ્ઞાન’ નું સૂત્ર સાર્થક કર્યુ હતું.