વિદ્યાર્થીઓએ જાતે જ યુ–ટયુબની મદદ લઈ ટેકનોલોજીના વિકાસક્રમનો ખ્યાલ આપતા ૧૩૦થી વધારે મોડેલ્સનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. બે દિવસ દરમ્યાન સાત થી આઠ હજાર વ્યકિતઓએ પ્રદર્શન નિહાળ્યું. નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, જિનેટિકસ, બેકટેરીયા ટેકનોલોજી વર્કીંગ મોડેલો તેમજ વીડિયો મોડેલ્સો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પ્રદર્શન નિહાળવા શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો તેમજ શાળાના સંચાલકો, ૩૦થી વધારે ગામના ગ્રામજનો, દસથી વધારે શાળાના વિદ્યાર્થી મુલાકાતીઓ તથા રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના નિયામક જતિનભાઈ ભરાડ અને ખાસ તો ભવિષ્યનું શિક્ષણ કેવું હશે તેનો અમેરિકાથી અભ્યાસ કર્યા પછી સંસ્થાનું સંચાલન સંભાળ્યું છે તેવા પ્રિયાંકભાઈ ભરાડે આ પ્રદર્શનના મોડેલ્સો તૈયાર કરવામાં ખાસ જહેમત ઉઠાવી છે.