રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ
સાયલાના દેવેન્દ્ર દેસાઈએ વિદ્યાર્થીઓને બોર્ડ પરિક્ષા અને કારર્કિદી વિશે માહિતી આપી
નોબલ પુરસ્કાર તથા ભારત-રત્નથી સન્માનિત ભારતના જગવિખ્યાત વૈજ્ઞાનિક-ભૌતિકવિદ્ ડો. ચંદ્રશેખર વેંકટ રમનએ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮માં ‘રમન-ઈફેક્ટની શોધ કરી હતી તેની સ્મૃતિ રૂપે દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ ‘નેશનલ સાયન્સ ડેની ઊજવણી સમગ્ર ભારતમાં થાય છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા સ્થિત એન. એન. શાહ સ્કૂલ ખાતે ‘નેશનલ સાયન્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્ર્મનું આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહીપતસિંહ વાઘેલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. ડો. ચંદ્રશેખર વેંકટ રમન, ડો. જગદીશ ચંદ્ર બોઝ, ડો. હોમી ભાભા, ડો. વિક્ર્મ સારાભાઈ, ડો. હર ગોવિંદ ખોરાના, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિકને અંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોમ્પ્યુટર નિષ્ણાંત પિનાકી મેઘાણીએ વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતીસભર વાતો કહી હતી. સાયલાના દેવેન્દ્રભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ૧૦-૧૨ બોર્ડ પરીક્ષા અને કારકિદી વિશે માહિતી આપી હતી.
પિનાકી મેઘાણી અને કિરીટસિંહ રહેવરે રાજકોટ સ્થિત જી. ટી. શેઠ સ્કૂલ તથા સર્વોદય સ્કૂલ ખાતે ભારત સરકારના નીતિ આયોગ પ્રેરિત નવસ્થાપિત અટ લ ટિંકલીંગ લેબની મુલાકાત લીધી હતી. જી. ટી. શેઠ સ્કૂલ ખાતે પૂર્વ શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, ટ્રસ્ટી ડો. રાજેશભાઈ કોઠારી અને યોગેનભાઈ મહેતા, આચાર્ય ભાવેશભાઈ દવે અને સતિષભાઈ તેરૈયા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મેઘાણી-ગીતો રજૂ કર્યા હતા. સર્વોદય એજ્યુકેશન નેટવર્કના ચેરમેન અને શિક્ષણવિદ્ ભરતભાઈ ગાજીપરા સાથે પાળ સ્થિત નવનિર્મિત સર્વોદય સ્કૂલ તથા ઢોલરા સ્થિત નૈસર્ગિક સર્વોદય ઉપવનની મુલાકાત પણ લીધી હતી.