રાજકોટ ખાતે રૂ.૮૦ કરોડના ખર્ચે બંધાનાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભૂમિપૂજન સંપન્ન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના સાયન્સસેન્ટર સીટીના બાળકો ભવિષ્યના વૈજ્ઞાનિકો બને તેવી શુભેચ્છા પાઠવી અને કહયું કે બાળકો પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની જેમ મહાન વૈજ્ઞાનિક બનવા જ જોઇએ. તે માટે બાળપણી જ બાળકોમાં વિજ્ઞાન તરફ અભિરૂચિ કેળવવી જોઇએ. આ સાયન્સ સીટીના માધ્યમી બાળકો, લોકો વિજ્ઞાનનું ઉત્તમ જ્ઞાન મેળવી શકશે. ગુજરાતમાં કુલ છ સ્ળોએ સાયન્સ સીટી બનશે.
આ પ્રકારના સાયન્સ સેન્ટર સીટીઓ રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધનના પ્રચાર અને પ્રસાર માટે વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગ દ્વારા સપવામાં આવી રહયાં છે. આ પૈકી રાજકોટ નજીકના માધાપર ઇશ્વરીયા પાર્ક નજીક ૧૦ એકર વિસ્તારમાં આ વિજ્ઞાન મ્યુઝિયમ કાર્યરત થશે. જે માટે બજેટમાં રૂ. ૮૦ કરોડની જોગવાઇ કરાયેલ છે. આ કામની ભુમિપૂજન વિધિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમમાં વિશ્વના ગ્લાસ અને સીરામિકસ, લાઇફ સાયન્સ ગેલેરી, નોબલ પ્રાઇઝ મશીન એન્જીનીયરીંગ ગેલેરી, રોબોટિકસ ગેલેરી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. જેી વિર્દ્યાીઓને વિશ્વકક્ષાનું સાયન્સ ટેકનોલોજીનું શિક્ષણ ઘર આંગણે જ સાયન્સ સેન્ટરના માધ્યમી મળશે તેમજ વિજ્ઞાન રસિક વિર્દ્યાીઓ તેમજ વિજ્ઞાનમાં અભિરૂચિ ધરાવતાં લોકોને આધુનિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
રાજકોટના પાઠક સ્કુલના ધો-૯ના વિર્દ્યાથીઓ રાજેશ્વર પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજકોટની ભાગોળે પ્રાકૃતિક સૌંદર્યી સમૃધ્ધ એવા ઇશ્વરીયા પાર્કમાં રૂ. ૮૦ કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજીવાળું સાયન્સ સીટી, સાયન્સ મ્યુઝિયમ બનશે જેનો આજે મુખ્યમંત્રીએ શિલાન્યાસ કરી રાજકોટને સાયન્સ સટીટીની શાનદાર ભેટ રાજ્ય સરકારે આપી છે.
રાજકોટની પરીશ્રમ સ્કુલની ધોરણ-૯ની છાત્રા નેહા બાંભવા કહે છે કે, રૂ. ૫.૧૦ કરોડના ખર્ચે રાજકોટમાં નિર્માણ નારા અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ અને એકલવ્ય સ્કુલ ખાતે રૂ. ૧૨ કરોડના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું છે ત્યારે આ સંકુલી ખેલાડીઓને રમવા માટેની સુંદર સુવિધા સો હોસ્ટેલ બનવાી રહેવાની સારી સુવિધા મળશે.
રાજકોટના સીની. સીટીઝન મીરાબેન જોશી કહે છે કે, જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે મચ્છુનગર ખાતે રૂડા હસ્તકના ૩૦૦ સરકારી આવાસ યોજનાનું ઇલકાર્પણ તા પશ્ચિમ મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં
આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com