સૌરાષ્ટ્ર વિભાગના ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણ સામુહિક જવાબદારી આત્મચિંતન શિબિરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ઉદ્બોધન: માત્ર ભૌતિક સુવિધા એ જ શિક્ષણ નથી પરંતુ શિક્ષણ સાથે બાળકોમાં સંસ્કાર પણ જરૂ‚રી હોવાનો મુખ્યમંત્રીનો મત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ભવિષ્યના ભારતના નિર્માણની જવાબદારી શિક્ષકો ઉપર છે. દેશની નવી પેઢીના ચારિત્ર્ય ઘડતર અને ઉમદા નાગરિકોના નિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા છે. આપણને જે જે સમસ્યાઓ સતાવી રહી છે, એ સમસ્યાના મૂળમાં પણ શિક્ષણનો અભાવ છે. જો શિક્ષકો આજથી બાળકોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણનું સિંચન કરે તો ભારત ખરા અર્થમાં મહાસત્તા બની જશે. રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર વિભાગની ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ સામુહિક જવાબદારી આત્મચિંતન શિબિરમાં ઉદ્દબોધન આપતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાયુક્ત બને એ માટે સતત પ્રયત્નો કરી રહી છે. આ વખતના બજેટમાં શિક્ષણ માટે રૂ. ૨૫ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હવે માત્ર ભૌતિક સુવિધા એ જ માત્ર શિક્ષણ નથી, પરંતુશિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર પણ જરૂરી છે.

શાળાને આત્મસાત કરવાની હિમાયત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે શાળાના વાતાવરણમાં શું ઘટે છે ? તે આકલન કરવાની જરૂરત છે. આપણે ગમે એટલી સુવિધા આપીએ પણ બાળક અને શિક્ષક વચ્ચે આત્મસંધાન નહીં હોય તો તે કેળવણી અધુરી રહી જશે. શિક્ષણ અને બાળક વચ્ચે પ્રેમ અને વિશ્વાસનો સેતુ બનાવવાની જરૂરત છે. જ્યારે, એક ગરીબ વાલી તેનું બાળક શિક્ષકને સોંપે છે, ત્યારે તે બાળકના ઘડતરની આપણા સૌની જવાબદારી છે. આપણે માત્ર બાળકને શિક્ષણ નથી, આપતા પણ આ મહાકાર્ય થકી દેશનું પણ નિર્માણ કરી રહ્યા છીએ, એ બાબત સારી રીતે આપણે સૌએ જાણી લેવી જોઇએ. શિક્ષણકર્મ એ ઉમદા વ્યવસાય છે.  ગુરુ એટલે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે પડતી જગા પૂરવાનું આહ્વાન કરતા તેમણે જણાવ્યું કે જો શિક્ષક બાળકને પોતીકું ગણી તેને કેળવણી આપશે તો શાળાના શૈક્ષણિક માહોલમાં આમૂલ પરિવર્તન આવશે. શ્રી રૂપાણીએ  સરકારી શાળાઓ વિશે લોકોના મનમાં જે છાપ છે, તેને ભૂંસવા માટે સૌ સંકલ્પબદ્ધ બને તેવું આહ્વાન કર્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે શિક્ષકોમાં શાળા પ્રત્યે સમર્પિત ભાવ હોવો જોઇએ. જ્યા સુધી શાળા અને શિક્ષક એકમેકમાં ઓતપ્રોત નહીં થાય ત્યા સુધી સરકારી શાળાની જૂની છાપ  નહીં ભૂંસાય. જ્યારે, શિક્ષકો કર્મનિષ્ઠ બનશે ત્યારે શાળા ખરા અર્થમાં જીવંત બનશેઅને માં શારદાનું ધામ બનશે. તેમણે આ બાબત સમજાવવા મહારાષ્ટ્રના સંદીપ નામના એક શિક્ષકનું પણ ઉદાહરણ આપ્યું હતું.

ગુજરાતની પ્રાથમિક શાળામાં કૃષ્ણ, રામ, શિવાજી સમા ચારિત્ર્યવાનબાળકોનું નિર્માણ થાય એ માટે શિક્ષકોની મહત્વની ભૂમિકા છે. આ માટે શિક્ષકોએ પણ બાળકો પ્રત્યેની માનસિક્તા બદલવી પડશે. નવી પેઢીનું બાળક વધુ ચતુર છે. તેની સાથે શિક્ષકોએ પણ આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પ્રથાથી વાકેફ થવું પડશે અને પોતાનું માઇન્ડ સેટ બદલવું પડશે. કેમકે રાજ્ય સરકાર ૨૫૦૦ જેટલી સ્માર્ટ સ્કૂલો બનાવવા જઇ રહી છે. આ સ્કૂલ માટે શિક્ષકોને અલગથી તાલીમ આપવામાં આવશે. ધોરણ સાત અને આઠને સંપૂર્ણ પણે ડિઝીટલ બનાવવા માટે સરકાર ધારી રહી છે. આ શાળામાં પાઇલોટ પ્રોજેક્ટ સફળ થાય તો રાજ્યની તમામ શાળાઓમાં તેનું અમલીકરણ કરવામાં આવશે.

દિલ્હીમાં ભાજપાની જીત વિશે જણાવતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એમના માટે દુનિયા આખાની શ્રદ્ધા વધી રહી છે. વિશ્ર્વસનીયતા વધી રહે છે. પાંચ રાજયોના ચુંટણીના પરિણામો બાદ દિલ્હીના પરિણામો બહુ જ સારા આવ્યા છે. દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીને ઓળખી ગઈ છે અને દિલ્હીની જનતા આમ આદમી પાર્ટી નિકકમી સારી છે તેમ સમજી ગઈ છે અને તેના ચુકાદા‚પે દિલ્હીમાં ભાજપાની જીત થઈ છે એવું વિજયભાઈ ‚પાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત વિજયભાઈએ જણાવ્યું કે દિલ્હીમાં ૨૬ જવાનો નકસલવાદના કારણે શહિદ થયા છે અને તે કારણોસર વિજયોત્સવ ન યોજવાનો નિર્ણય ભાજપા સરકારે કર્યો છે. નરેન્દ્રભાઈ અને અમિત શાહની આગેવાની હેઠળ ભાજપાનો આ વિજયરથ આગળ વધી રહ્યો છે તથા આ વિજયરથ ગુજરાતમાં પણ ફરી વળશે અને ભાજપા ૧૫૦ સીટના સપનાને સાકાર કરશે એવો વિશ્ર્વાસ એમને છે. એવું વિજય ‚પાણીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીની ક્ધયા કેળવણી નિધિમાં રૂ. બે લાખ અગિયાર હજારના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.  મહાનુભાવોના હસ્તે શિક્ષણ વિભાગના ટીપીએમએસ વેબ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.  શિક્ષક સંઘના સંયોજક શ્રી મનિષ મહેતા દ્વારા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવ્યું હતું.  અત્રે નોંધવું જોઇએ કે આ શિબિરમાં સૌરાષ્ટ્રભરની પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટધારાસભ્યો પ્રવીણભાઈ માકડિયા, ભાનુબેન બાબરિયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, પવિત્ર યાત્રાધામ બોર્ડના ઉપાધ્યક્ષ  રાજુભાઈ ધ્રુવ, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, મ્યુ. કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી જી. ટી. પંડ્યા, અગ્રણી ધારાશાસ્ત્રી  અભયભાઈ ભારદ્વાજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.