મે માસમાં તમામ સ્કુલોની ફી નક્કી કરી દેવામાં આવે તેવી માંગણી: સરકારના નિર્ણય બાદ વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો વધતા બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયા
ખાનગી શાળાઓની ફી મામલે અવાર નવાર વિવાદો ઉભા તથા હોય છે. આ વિવાદોના કારણે વાલીઓ-વિર્દ્યાર્થીઓ ઉપરાંત ખાનગી શાળાઓને પણ તકલીફ પડે છે. ખાનગી શાળા ફી નિયમન વિધેયક બાદ સંચાલકો અને વાલીઓ વચ્ચે અવાર-નવાર સંઘર્ષના બનાવો બની રહ્યાં છે. પરિણામે ભવિષ્યની ગુચવણોને ટાળવા સ્કુલ ફી બાબતે હવે સ્વનિર્ભર શાળાઓ સરકાર અને વાલીઓ તરફી સ્પષ્ટતા ઈચ્છી રહી છે. આ મામલે ગઈકાલે અમદાવાદમાં મળેલી એક બેઠક દરમિયાન વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે, સરકાર મે માસની શરૂઆતમાં જ સ્કૂલોને તેમનું નવું ફી માળખું આપી દે. જેથી સ્કૂલો તે અનુસાર જૂનમાં પ્રવેશ આપી અને ફી ઉઘરાવે. હાલમાં સ્કૂલોને જૂની ફી ઉઘરાવવા માટે સરકારે કહ્યું છે, પરંતુ તેના લીધે ફરી વાલીઓ-સંચાલકો વચ્ચે સંઘર્ષ થઈ શકે તેમ હોઈ મે માસમાં જ નવી ફી જાહેર કરવા જણાવ્યું છે. સરકારે જાહેર કરેલી ફી સ્કૂલોને નહીં પોસાય તો તેઓ જૂની સ્કૂલ બંધ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખાનગી શાળા ફી નિયમનને લઈ સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, ઉપરાંત ચૂંટણીના લાભ માટે સરકારે ઉતાવળે નિર્ણય લીધો હોઈ આ તમામ પાસાઓની ચર્ચા માટે રવિવારે ખાનગી શાળા સંચાલકોની એક બેઠક એસ.જી. હાઈવે પર આવેલી એક ક્લબમાં મળી હતી. બેઠકમાં સરકારે ફી નિયમન વિધેયક લાવવામાં ઉતાવળ કરી હોવાનું જણાતા આ મુદ્દે સરકારને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું છે. સરકારે કાયદો લાવવો જ હતો તો ઓક્ટોબર-નવે.માં જાહેરાત કરી કાર્યવાહી બે-ત્રણ માસમાં પૂર્ણ કરવાની જરૂર હતી.
ઉપરાંત બેઠકમાં ફી કમિટીને લઈને પણ ચર્ચા થઈ હતી. સંચાલકોએ મે માસ સુધીમાં ફી કમિટી દ્વારા તમામ ખાનગી સ્કૂલોની ફી નક્કી કરી જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે. જૂની નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે મે માસમાં સ્કૂલોની ફી નક્કી ઈ જાય તો તે પ્રમાણે જ સ્કૂલો ફી ઉઘરાવવાનું શરૂ કરશે તેમ સંચાલકોએ જણાવ્યું હતું. હાલમાં સરકારે સંચાલકોને જૂની ફી પ્રમાણે ત્રણ માસની ફી ઉઘરાવવાનનું કહ્યું છે અને ત્યારબાદ ફી સરભર કરવાની સૂચના આપી છે. જોકે, સંચાલકોના મતે આ પ્રમાણે કાર્યવાહી કરાશે તો ત્રણ માસ બાદ ફરી વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણ શે. જેથી અત્યારી જ સરકાર ફી નક્કી કરે તેવી માગ કરાઈ છે.
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, મે માસમાં કમિટી દ્વારા સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે. જેથી સ્કૂલોને ફી પોસાય તો તેઓ સ્કૂલો ચાલુ રાખશે અને જો સ્કૂલોને ફી નહીં પોસાય તો તેઓ નવા શૈક્ષણિક વર્ષી શાળા બંધ કરી દેશે. આમ, સ્કૂલો શરૂ થાય તે પહેલા જ સ્કૂલોને તેમનું ફી માળખું આપી દેવાય તેવી માંગણી કરવામાં આવી છે. સરકાર દ્વારા જે રૂ. ૧૫ હજારની ફી નક્કી કરાઈ છે તે તમામ સ્કૂલોને પોસાય તેમ ની. એવું જ હોય તો સરકારનો પ્રતિનિધી સ્કૂલ બેસી બે-ત્રણ માસ સુધી આવક અને ખર્ચનો હિસાબ લગાવી શકે છે.