સ્વનિર્ભર શાળા સંચાલક અને અદાણી ફાઉન્ડેશન વચ્ચે ઉડાન કાર્યક્રમ અંતર્ગત એમ.ઓ.યુ. સાઈન કરાશે
જિલ્લાની 11 શાળાઓને સ્કુલ ઓફ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તાજેતરમાં યોજાયેલ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન સાથે ઉડાન કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઑપ્રનરશીપ અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ કેળવાય તે માટે એમ.ઓ.યુ. કરાર કરવાની વિચારણા કરવામાં આવી . તેમજ તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10,12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટની પરિક્ષાઓમાં રાજકોટ જીલ્લાની જે શાળાના વિદ્યાર્થીઓએ 99.99 % પીઆર હાંસલ કર્યો હોય તેવી રાજકોટ જીલ્લાની 11 શાળાઓને પ્રથમ વખત મંડળ દ્વારા સ્કૂલ ઓફ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંગે વધુ વિગત આપતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતા એ જણાવ્યું હતું કે મંડળ હંમેશા વિધાર્થીઓના ઉત્કર્ષ માટે નવા અભિગમોને અપનાવવા તત્પર રહ્યું છે આ વર્ષે જીલ્લામાં પ્રથમ વખત વિદ્યાર્થીઓની ઉન્નતી અને વિકાસ માટે અગ્રેસર રહેનાર જીલ્લાની 11 શાળાઓને સ્કૂલ ઓફ અચિવમેન્ટ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવી છે . આ એવોર્ડ બોર્ડના ધો . 10 અને 12 બન્ને પ્રવાહો તથા ગુજકેટની પરીક્ષાઓમાં જે શાળાના વિદ્યાર્થીઓએ 99.99 % પી.આર. મેળવ્યા હોય તે શાળાઓને એનાયત કરવામાં આવ્યો હતો . આગામી દિવસોમાં મંડળ દ્વારા જે શાળાઓએ 90 ટકાથી વધુ પરિણામ હાંસલ કર્યું છે , તેવી શાળાઓને એવોર્ડ આપી પ્રોત્સાહિત અને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ વિચારણા હેઠળ છે.
વિદ્યાર્થીઓને અદાણી થકી ઓનરશીપ અને વ્યવસાયીક દ્રષ્ટીકોણ કેળવાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી જ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરાવવામાં આવે તો તેમનામાં ઑન્ટ્રપ્રનરશીપ , ગ્લોબલ સિટીઝનશીપ , ઉધોગસાહસિકતા અને આ ક્ષેત્ર તરફનો દ્રષ્ટિકોણ
જેવા ગુણો કેળવાય તે માટે ભારતની જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં જે કંપની અત્યારે મોખરે છે તેવી અદાણી કંપનીના અદાણી ફાઉન્ડેશન સાથે ઉડાન કાર્યક્રમ અંતર્ગત એમ.ઓ.યુ. કરાર કરવાની વિચારણા કરવામાં આવી હતી . આ માટે અદાણી પોર્ટના હેડ જીજ્ઞેશભાઇ સૌની દ્વારા રાજકોટ જીલ્લાની શાળા સંચાલકો સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું . આ એમઓ.યુ. કરાર મુજબ અદાણી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી દીઠ રુ પ જેવી ટોકન રકમમાં વોલ્વો બસમાં વિધાર્થીઓને આવવુ જવુ રહેવુ – જમવુ વગેરે સુવિધા સાથે અદાણી પોર્ટ , અદાણી પાવર અદાણી વિભર જેવી અદાણી જુથની કંપનીઓની ઔધોગીક મુલાકાતનું આયોજન કરવામાં આવશે જેમાં અદાણી કંપનીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમની સંસ્થાની તમામ પ્રોસેસ વગેરે સમજાવામાં આવશે . આ માટે પ્રથમ તમામ શાળા સંચાલકોને મુલાકાત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે . જોકે એમ.ઓ.યુ. કરાર હવે કરવામાં આવશે પરંતુ વિદ્યાર્થીઓની મુલાકાતોની પ્રક્રિયા અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રુપાણી એ વર્તમાન સમયમાં ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છતા યુવાઓને લોકલ ફોર વોકલના સિધ્ધાંતને સાકાર કરવા લેવલ નેક્સ્ટ પ્રોજેક્ટ કેવી રીતે મદદરૂપ સાબિત થશે તેની સમજુતી પુરી પાડી હતી . આ કાર્યક્રમમાં પૂર્વ સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રુપાણી , અદાણી પોર્ટના હેડ જીજ્ઞેશભાઈ સોની , રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતા , ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ , મહામંત્રી પરિમલભાઇ પરડવા , પુષ્કરભાઇ રાવલ , -રિેગ્યુલેશન કમિટીના સદસ્ય અજયભાઇ પટેલ સહીતના મંડળના તમામ હોદેદારો , ઝોન ઉપપ્રમુખો , રાજકોટ જીલ્લાની શાળાઓના સંચાલકો , તેમજ જે શાળાઓને પુરષ્કાર એનાયત થયા તેમના સંચાલકો હાજર રહ્યા હતા.