• ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓની રેશનકાર્ડ અને આધારકાર્ડની માહિતી વિના પણ ડેટા એન્ટ્રી સેવ થશે

રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય માટે રેશનકાર્ડના ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝ્ડ બાયોમેટ્રીક ઈ-કેવાયસી કરવાનો ફતવો બહાર પડાયા બાદ ભારે વિવાદ થયો હતો. સરકારના આ નિર્ણયની ચોમેર ટીકા થઈ હતી અને સ્કોલરશીપ માટેની આ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થી અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિરોધના પગલે હવે સરકારને પીછેહઠ કરવાની ફરજ પડી છે. જેમાં સ્કોલરશીપ માટે આધાર અને રેશનકાર્ડનું ઓપ્શન મરજિયાત કરાયું હોવાનું જાણવા મળે છે. સ્કૂલોને મળેલી નવી સૂચના અનુસાર આધાર અને રેશનકાર્ડની માહિતી વિના પણ ડેટા એન્ટ્રી અને પ્રપોઝલ બની શકશે. રાજ્યની તમામ શાળામાં ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, સરસ્વતી સાધના યોજનાની સહાય છેલ્લા કેટલાક વર્ષોથી સીધી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જ જમા થાય છે. એક બાજુ જે વિદ્યાર્થીઓ બેંક એકાઉન્ટ ધરાવે છે તેમને પણ ઘણા કિસ્સામાં સ્કોલરશીપ વિલંબથી મળતી હતી. જેના પગલે સરકારના જુદાજુદા વિભાગ દ્વારા રેશનકાર્ડના ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો ફતવો બહાર પાડ્યો હતો. આ કામગીરી માટે શિક્ષકોને જોતરાતા આક્રોશ ફેલાયો છે. કામગીરીમાં તમામ વિદ્યાર્થીના આધાર કાર્ડ, રેશનકાર્ડ તથા આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની રહેશે તેમ જણાવાયું હતું.

જેમાં શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતી વખતે આધાર કાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર તથા રેશનકાર્ડ મેમ્બરની આઈડીની વિગતો પણ અપલોડ કરવાની રહેશે. જે અંગે ભારે વિરોધ થતાં સરકારે નિર્ણય પરત લીધો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.