હાલ પ્રાથમિક શાળાઓના પરિણામ જાહેર થવાનું શરૂ, માધ્યમિક શાળાઓ પણ પાંચ દિવસની અંદર રિઝલ્ટ જાહેર કરશે
રાજ્યમાં ધો.3થી 11ના છાત્રોની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તેના પરિણામો જાહેર કરવાનું શરૂ કરાયું છે. ત્યારે 30મી સુધીમાં તમામ શાળાઓ પરિણામ જાહેર કરી દેશે તેવું જાણવા મળ્યું છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓએ અંતિમ પરીક્ષાના પરિણામો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે અને આ મહિનાના અંત સુધીમાં ધોરણ 3-11ના પરિણામો જાહેર કરવામાં આવશે. 30 એપ્રિલ સુધીમાં માધ્યમિક શાળાઓ પણ પરિણામ જાહેર કરી દેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ પૂરી થતાં જ શાળાઓએ પ્રશ્નપત્રનું મૂલ્યાંકન અને પરિણામ તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. પરીક્ષા 3 એપ્રિલથી શરૂ થઈ હતી અને શુક્રવારે સમાપ્ત થઈ હતી. 1 મેથી ઉનાળાની રજાઓ શરૂ થતાં શાળાઓએ 25 એપ્રિલથી શેડ્યૂલ મુજબ પરિણામ જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું. રજાઓ 4 જૂનના રોજ સમાપ્ત થશે અને નવું શૈક્ષણિક સત્ર 5 જૂનથી શરૂ થશે. મંગળવારે પરિણામ જાહેર કરનાર કેટલીક શાળાઓએ તેને ઑનલાઇન પણ ઉપલબ્ધ કરાવ્યું છે.