કોવિડ-19ના કેસ ફરી વધતા ગુજરાતભરની શાળાઓ તેમજ સંચાલકો એલર્ટ થઈ ગયા છે. એક બાજુ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તો હાલ પ્રાથમિક ધોરણની પણ કસોટી ચાલુ છે. એવામાં કેસ ઝડપભેર વધતા વિદ્યાર્થીઓ પર કોરોનાના ખતરાને લઈ શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ ઘેરી ચિંતામાં મૂકાયા છે.
જો કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની એક પર શાળા કોરોનાનું હોટસ્પોટ ન બને તે માટે નિયમોનું ફરજીયાત પાલન કરાવવા શિક્ષકોને આદેશ અપાયા છે. વર્ગખંડોને નિયમિત સેનીટાઈઝ કરવા,સ્કિનીંગ કરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને ફરજીયાત માસ્ક પહેરાવવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકોને નિર્દેશ અપાયા છે. આ મુદે આજે સાંજે રાજકોટ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની મહત્વની બેઠક પણ મળવાની છે. જેમાં વિદ્યાર્થીઓનાં ભણતર અને કોરોના સ્થિતિને લઈ મહત્વના મુદાઓ પર ચર્ચા થશે.