ગુજરાત યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા રમત-ગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ-૨૦૧૮માં સેન્ટમેરી સ્કુલના ગ્રાઉન્ડમાં સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ખેલ મહાકુંભમાં સ્કેટીંગની અલગ-અલગ હરીફાઈઓ રાખવામાં આવી હતી.
તેમાં સ્કેટીંગ સ્પર્ધામાં કે.આર.મોદી સ્કુલમાં ધો.૧૧ કોમર્સ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની લહેરું દેવાંશીએ અન્ડર-૧૭ની સ્પર્ધામાં સ્કવાર્ડમાં ૩૦૦ મીટર ટાઈમ ટ્રાયલ અને ૫૦૦ મીટર રેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ તેણીની રાજયકક્ષાએ રમવા જવા માટેની પસંદગી થઈ હતી.
તેઓને આ સ્પર્ધા માટેની તૈયારી શાળાના વ્યાયામ શિક્ષક અનડકટ સંદિપભાઈએ કરાવી હતી. આ વિદ્યાર્થીનીની સફળતાને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા શાળા પરીવારે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ રાજયકક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેની શુભકામના પાઠવી હતી.