ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં વિવિધ ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને એક સ્કૂલમાં શિક્ષક સંક્રમિત થયા હતા. એમ વી. ધુલેશિયામાં એક શિક્ષક તો નિર્મલા, એસએનકે અને નચિકેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આર.કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો તાંઝાનિયાનો ૨૩ વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે.
રાજકોટમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાય નહીં તે માટે તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ ખાનગી શાળાઓમાં સ્કુલ વાહનમાં બાળકો જે ઘેટાં-બકરાની જેમ ભરેલા હોય છે. આવા સ્કૂલ વાહન ચાલકો સામે રાજકોટ RTO ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરી રહી છે.
રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં 22 જેટલી સ્કૂલવાન RTO દ્વારા ડીટેઈન કરવામાં આવી છે. આજે પણ RTOની ટિમે સાધુ વાસવાણી રોડ પર ગઈ હતી જ્યાં 4 સ્કૂલવાન ડીટેઈન કરવામાં આવી છે.