કેમેરો, લેપટોપ અને ટેબ્લેટ સહિતનો મુદામાલ કબ્જે
જામનગરના મોમાઈનગરમાં આવેલી પ્રાથમિક શાળામાંથી વેબ કેમેરા, લેપટોપ, ટેબ્લેટ વગેરે ની ગત મંગળવારે ચોરી થઈ હતી. પોલીસે શરૃ કરેલી તપાસમાં કાયદાથી સંઘર્ષિત એક કિશોર ને ચોરી નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
જામનગરના ગાંધીનગર નજીક આવેલા મોમાઈનગરની શેરી નંં 3 સ્થિત પ્રાથમિક શાળા નં.પ0 ને દિવસ પહેલા માં ભરબપોરે રૂ 81 હજાર ની માલમતાશ ચોરી થઈ ગયાની શાળાના આચાર્ય જયેશભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની ઓફિસના પાછળના ભાગમાં આવેલી બારીની ઝાળી તોડી ઘૂસેલા તસ્કરે અંદરથી વેબકેમ, લેપટોપ, હેડફોન, ટેબ્લેટ, કેમેરો ચોર્યા છે.
ઉપરોક્ત ચોરીની તપાસ પીઆઈ એચ.પી. ઝાલાના વડપણ હેઠળ પીએસઆઈ બી.બી. કોડીયાતર તથા સ્ટાફ એ શરૃ કરી હતી. જેમાં મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ખેતલા આપા ટી સ્ટોલ પાસે થી કાયદાથી સંઘર્ષિત કિશોર શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેના કબજામાં રહેલા થેલાની તલાશી લેવાતા તેમાંથી બે લેપટોપ, પાંચ હેડફોન, દસ વેબ કેમેરા, એક ટેબ્લેટ, એક કેમેરો, બે નંગ ઈન્ટરેક્ટિવ ફલેટ પેનલ સાંપડ્યા હતા. તે માલસામાન અંગે પૂછપરછ કરાતા આ કિશોરે ઉપરોક્ત ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે રૃા.81 હજારની ચીજવસ્તુઓ કબજે કરી કાયદાથી સંઘર્ષિત કિશોર સામે નિયમ મુજબ કાર્યવાહી કરી છે.