દર્શિ પનારાએ તૈયાર કરેલ પ્રોજેકટ એક સાથે બે રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યો
પાંચ બાળ વૈજ્ઞાનિકો પાંચમીએ યોજાનારા INSEF નેશનલ ફેર બેંગ્લોરમાં અને ૧૦ બાળ વૈજ્ઞાનિકો ૨૭મીએ NCSC અમદાવાદમાં પોતાના સંશોધનો રજૂ કરશે
રાજકોટમાં યોજાયેલા સમગ્ર વેસ્ટ ઝોન કક્ષાના પ્રોજેકટ રીજીયોનલ ફેરમાં રજૂ કરવા માટે પસંદગી પામેલા હતા. જેમાં વિવિધ નિષ્ણાંતો અને એસ.એસ.આઈ.ના ડાયરેકટર નારાયણ ઐયર દ્વારા પાંચ પ્રોજેકટને પસંદ કરી તેમના બાળ વૈજ્ઞાનિકોને એવોર્ડ વડે નવાજવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા હતા. ચાલુ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન મેળા બેંગ્લોરની ખ્યાતનામ સ્કુલ વાગદેવી વિલાસ સ્કૂલમાં તા.૫ થી ૮ જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. આ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ પ્રોજેકટને સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમજ ચાર પ્રોજેકટને ઈન્સેફ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં રજૂ કરવામાં આવશે. જેમાં બેંગ્લોર ખાતે યોજાનાર વિજ્ઞાન મેળામાં ધોળકીયા સ્કૂલમાં ૩ પ્રોજેકટ સાથે પાંચ બાળ વૈજ્ઞાનિકો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ૨૭મીએ ચાર પ્રોજેકટ ધોળકીયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો દ્વારા અમદાવાદ ખાતે રજૂ કરાશે.
ધોળકીયા સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં ધો.૯માં દર્શિ પનારાનો સરગવાની સીંગના બીજનું બાયોલોજીકલ એનાલીસીસ કરી તેમાંથી વિવિધ દવાઓ બનાવવા માટેના ટેસ્ટ કર્યા છે અને આ પ્રોજેકટમાં તેમને શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો તેમજ ખોરાકમાં વિવિધ તેમજ તબીબ મુલ્યો સાબીત કરવા માટે દર્શિએ ઘણા બધા પ્રયોગો કર્યા છે. કેન્સર, ડાયાબીટીસ, ‚મેટોઈડ આર્થરાઈટીસ, ટીબી જેવા ગંભીર રોગો સામે સરગવો ખૂબજ અસરદાયક છે. ઉપરાંત ડેંગ્યુ, મલેરીયા, ચીકનગુનીયા જેવા બેકટેરીયલ અને વાયરલ ઈન્ફેકશનથી થતા રોગો માટે પણ ઈલાજ પૂર્વક છે. દર્શિ પનારા અને તેમની ટીમે સરગવાના બીજનો પાવડર તૈયાર કરી તેની બેકટેરીયા અને ફૂગ સામે અસર તપાસી બીજમાં રહેલા સયંજનો અલગ તારવ્યા છે અને તેના આધારે વિવિધ રોગો સામે અક્ષીર દવાઓ તૈયાર કરવા માટે બેઈઝીક ક્ધટેપ્ટ તૈયાર કર્યો છે અને આ પ્રોજેકટ ૨૭મીએ અમદાવાદ ખાતે યોજાનારા વિજ્ઞાન મેળામાં તેમજ ૫મી જાન્યુઆરીએ યોજાનારા બેંગ્લોર ખાતે વૈજ્ઞાનિક મેળામાં રજૂ થશે.
ધોળકીયા સ્કૂલના ધો.૯માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા કર્ષ પંડયાએ ગાયના છાણ અને એલ્યુમીનીયમ ફોઈલની મદદથી મોબાઈલ કે અન્ય નુકસાનકારક વિકીરણોના રેડીયન્સ સામે રક્ષણાત્મક કીટ તૈયાર કરી છે. તેઓએ ગાયના છાણનું પૃથ્થકરણ કરી તેમાં રહેલા સંયોજનો શોધી કાઢયા અને અલગ સેમ્પલ તૈયાર કર્યું છે. ઢગલાબંધ પ્રયોગો દ્વારા એલ્યુમીનીયમ ફોઈલ અને ગાયના છાણનું ૪૦:૬૦ પ્રમાણ ધરાવતું મિશ્રણ હાનીકારણ રેડીયમ સામે વધુ રક્ષણ આપે છે અને આ પ્રોજેકટ અમદાવાદ ખાતે યોજાનાર એનસીએસસીમાં રજૂ થશે. આ પ્રોજેકટ માટે તેઓએ શ્રીજી ગૌશાળાની પણ મદદ લીધી છે.
ધોળકીયા સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં ધો.૯માં અભ્યાસ કરતા પ્રિન્સ અકબરી અને સિધ્ધાર્થ ભેટારીયાએ સાથે મળી કાર્બન ઈંક તૈયાર કરી છે. આ માટે તેમણે વાહનમાં સાયલન્સરમાં તેમજ ફેકટરીની ચિમનીમાં બળતરના દહન બાદ જમા થયેલી નકામી કાર્બડન્સ પાવડરનો ઉપયોગ કરી બ્લેક ઈંક તૈયાર કરી છે જેનો ઉપયોગ પ્રિન્ટીંગ, ડ્રોઈંગ, લખાણ તેમજ ઈલેકટ્રોનીક સર્કિટ બનાવવા માટેની કંડકટીવ ઈંક તરીકે થઈ શકે છે. આ માટે તેઓએ સૌપ્રથમ ફેકટરી અને ગેરેજમાંથી નકામો કાર્બન પાવડર એકત્ર કરી ફિલ્ટર દ્વારા ફાઈન પાર્ટીકલ્સ મેળવ્યા અને નાઈટ્રીક એસીડની મદદથી તેમાં રહેલા અસુદ્ધી દુર કરી સૂર્યમુખી અને સીંગતેલના યોગ્ય મિશ્રણમાં દ્રાવ્ય કરી ઈંક તૈયાર કરી. વધુ પ્રયોત્નો બાદ ક્ધડીકટીવ ઈંક બનાવવા માટે સોડયમ સીલીકેટ સાથે સંશોધન કરી રહ્યાં છે. જેથી ભવિષ્યમાં કાગળ ઉપર કે પુઠા પર પણ જાતે ઈલેકટ્રોનીક સર્કિટ તૈયાર થઈ શકે. આ પ્રોજેકટ પાંચમી યોજાનારા બેંગ્લોર વૈજ્ઞાનિક મેળામાં રજૂ કરશે.
ધોળકીયા સ્કૂલના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા પ્રાચી ગરસોંદીયા અને ટોપીયા જાનવીએ સાથે મળીને નાળીયેરીની છાલ અને માંડવીના ફોતરાનો ભૂકો અને ગમ ગુવારની મદદથી પાર્ટીકલ બોર્ડ બનાવ્યું. ત્યારબાદ બજારમાં મળતા વિવિધ પાર્ટીકલ બોર્ડ સાથે સરખામણી કરી ટેનસાઈલ સ્ટ્રેન્થ, કમ્પ્રેશીવ સ્ટ્રેન્થ, નેઈલ હોલ્ડીંગ, ઓઈલ એપ્સો પર્સન, વોટર એપ્સો પર્સન, હીટ ટ્રાન્સફર જેવી કસોટીઓ દ્વારા માર્કેટ પ્રોડકટ કરતા વધુ સારું અને સસ્તી પ્રેકટીકલ બોર્ડ તૈયાર કર્યું અને આ પ્રોજેકટ પાંચમી જાન્યુઆરીએ બેંગ્લોર ખાતે યોજાનારા વૈજ્ઞાનિક મેળામાં રજૂ કરશે.
આ પ્રોજેકટ માટે ગણીત-વિજ્ઞાનની શિક્ષકો અને તમામ શાળા પરિવારો સતત જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા અને કૃષ્ણકાંતભાઈ ધોળકીયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને આ તકે વિગત આપવા સ્કુલના શિક્ષક કલ્પેશ કોઠારી, બિનલબેન ગોધાસરા, મિલન પનારા, મહેતા વર્ધમાન, મનોજ રામાણી તેમજ બાળ વૈજ્ઞાનિકોએ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.