૭ર કલાકની જહેમતના અંતે બન્ને વિઘાર્થીઓના નાગવા બીચના દરિયામાંથી મૃતદેહ મળતા પરિવારમાં કરુણા આક્રંદ
જવાહર શિશુવિહાર સ્કુલને કારણદર્શક નોટિસ ફટકારતા ડી.ઇ.ઓ.
રાજકોટની જવાહર શીશું વિહાર માઘ્યમિક શાળાના ૧૦૭ છાત્ર- છાત્રાઓ ચાર દિવસ પહેલા એટલે કે શુક્રવારે દીવના પ્રવાસે આવેલા અને બપોરના સમયે નાગવા બીચના દરીયામાં કેટલાક છાત્રો ન્હાવા પડયા હતા. જે પૈકી પ્રિત કિશોરભાઇ અને અજય નથુભાઇ કોરડીયા નામના બે બાળકો ઊંડા પાણીમાં ગરક થઇ જતાં પ્રશાસન દ્વારા ચાર બોટને કામે લગાડી શોધખોળ હાથ ધરાઇ હતી.
દરમિયાન રવિવારે ૩ કલાકની આસપાસ અજય (ઉ.વ.૧પ) નો મૃતદેહ દરીયાની સામેની સાઇડથી મળી આવતા હોસ્પિટલે પી.એમ. કર્યા બાદ તેના પિતાને મૃતદેહ સોંપાતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. જો કે અન્ય એક બાળકનો આજે વહેલી સવારે મૃતદેહ મળ્યો હતો. અને દીવની સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડાયો છે.
આ બનાવને પગલે શાળાના આર્ચાય અનજે અન્ય ત્રણ શિક્ષકોને બેદરકારી દાખવ્યા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ૭ર કલાકની જહેમતના અંતે બન્ને વિઘાર્થીના નાગવા બીચના દરિયામાંથી મૃતદેહ મળતા પરિવારમાં કરુણ આક્રંદ દ્રશ્યોદ જોવા મળ્યા હતા.
મળતી વિગતો મુજબ રાજકોટની જવાહર શિશુ વિહાર સ્કૂલના દિવ પ્રવાસમાં બે બાળકો ડુબી જતા ડીઈઓ એમ.આર.સગારકાએ સ્કૂલના કારણદર્શક નોટીસ ફટકારી છે જેમાં બાળકો ડુબ્યા તેના માટે જવાબદાર કોણ ? વિદ્યાર્થીની સુરક્ષામાં કોની ખામી ? સહિતના પ્રશ્નો પુછાયા છે અને નોટિસનો તાત્કાલીક જવાબ આપવા તાકીદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના પ્રવાસમાં ગંભીર બેદરકારી કરનાર ચારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ અજયનો મૃતદેહ મળ્યો છે અને આજે સવારે બીજા બાળકનો પણ મૃત્યદેહ મળી આવ્યો છે ત્યારે પોર્સ્ટમોટમ કરી રાજકોટ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.