કોરોના મહામારીના કારણે શાળાઓ ૧૦ મહિના બાદ ફરીથી ખોલી છે. કોરોના એ મહાભારત કાળની યાદ અપાવી દીધી છે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર રક્તવર્ણા ધરતી પર લડાયું. મહાભારતમાં આમ તો અનેક યોદ્ધાઓ હતા. આમ છતાં દરેક પાત્ર જાણે ખાસ હોય કે મુખ્ય હોય તેવું વર્ણન છે. આજે પણ તે સમયના કૌશલ્યની સ્થિતિની જેમ છાત્રોએ અનુકરણ કરવું ઘટે. એકલવ્યએ અપ્રતિમ લગનથી જાતે જ શીખી ધનુર્વિદ્યા. તેમણે ગુરુભક્તિનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે અજોડ છે.
કોરોના મહામારીએ માતા-પિતાને શિક્ષક બનાવી દીધા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. પપ્પાએ દીકરા-દીકરીના ટયુશન લીધા તો મમ્મીએ રસોડાની સાથોસાથ ભણતરનો ભાર પણ ઊંચક્યો હતો. ઓનલાઇન શિક્ષકે લાખો બાળકોનું ભણતર રઝળતું અટકાવી દીધું આજે પણ મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણને અપનાવી રહ્યા છે ત્યારે હવે શાળાએ જ બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થઇ જતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.
૬ હજાર વર્ષ પહેલાની ગૂરૂ-શિષ્ય પ્રણાલીનું પુનરાવર્તન: જીતુભાઈ ધોળકીયા-ધોળકીયા સ્કૂલ ટ્રસ્ટ
ધોળકિયા સ્કુલના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયાએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે, આજથી પાંચ હજાર વર્ષ પહેલા જે ગૂરૂ-ષ્યિની પ્રણાલી ચાલતી હતી ત્યારે આજ પણ દસ મહિના પછી આ પ્રણાલી શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ખાસ આજે જે રીતે ઘણા સમય બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળ્યા છે. જેથી આજે શાળામાં ઉત્સવ હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં માત્ર ૧૨ સાયન્સનાં વિદ્યાર્થીઓને જ બોલાવાય છે. ઉપરાંત આજરોજ ૮૦ થી ૮૫% વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે. ત્યારે ખાસ વિદ્યાર્થીઓમાં આજે અનેરો ઉત્સાહ છે. જે વિદ્યાર્થીઓ અમુક સંજોગોને કારણે શાળાએ નથી આવી શકયા તેવા વિદ્યાર્થીઓ માટે ઝુમ બાઈ પણ કલાસની સાથોસાથ ગોઠવવામાં આવ્યું છે. સરકારની જે ગાઈડલાઈન છે તેનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવે છે. બાળકો સાથે વાતચિત થઈ તેમાં તેવો પાસેથી જાણવા મળ્યું છે તેમણે શાળા અને શિક્ષકોને ખૂબજ મીસ કર્યા છે. ત્યારે આજે હવે ફરીથી સ્કુલ લાઈફ ધબકી હોય તેવું લાગી રહ્યું છે. હવે સૌસાથે મળી હોશભેર શિક્ષણ પ્રણાલીને આગળ વધારીશું સવિશેષ ઓનલાઈનને કારણે પ્રેકટીકલ શિક્ષણ ખૂબજ ઓછુ મળતું હતુ. ત્યારે હવે શિક્ષકો દ્વારા પ્રેકટીકલને વધારે ધ્યાન અપાશે. કલાસમાં હોવા અમે એકાગ્રતા હોવામાં મોટો ફર્ક છે. ઘરે બેસીને વિદ્યાર્થીઓની એકાગ્રતા તુટી હોય તેવું કયાંકને કયાંક લાગી રહ્યું છે. ત્યારે સરકારના આદેશ અને વાલીઓનાં સહકારથી શાળાઓ ફરી ચાલુ કરવામા આવી છે. જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તમામ ગાઈડલાઈનને અનુસરે ધોરણ બાર સાયન્સનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ધોળકીયા સ્કુલના વિદ્યાર્થીઓએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે શાળા ખૂલ્યાનું અમને ખૂબજ આનંદ છે. કારણ કે શિક્ષકથી અલગ જયારે ઓનલાઈન ભણવું પડતું હતુ તે ખૂબજ અધરૂ લાગતું. દસમુ ધોરણ અને બારમું ધોરણ ખૂબજ અગત્યના છે. ત્યારે અમે બાર સાયન્સમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે કલાસનું એટમોસફિયર અને શિક્ષકના લાઈવ ટચની સતત જરૂર પડે છે. ત્યારે ઓફલાઈન એજયુકેશન આજથી શરૂ થયું છે. ત્યારે ખૂબજ આનંદ અનુભવીએ છીએ. ઓનલાઈન શિક્ષણ ચાલુ હતુ. ત્યારે પણ કોઈ પણ પ્રશ્ર્ન કે મુંઝવણ હોય ત્યારે શિક્ષકનો ફોન કરી પ્રશ્ર્નોનાં નિરાકરણ અમે કર્યા છે. ખરા અર્થમાં આજથી ૩૦૦ દિવસ પછી શાળા શરૂ થાય છે. ત્યારે હવે શિક્ષક તથા મિત્રો સાથે ભણવાની ખૂબજ મજા પડશે. કોરોનાના કારણે જે ઓનલાઈન એજયુ. મેળવવું પડયું તે દરમિયાન શાળા, શિક્ષકો, શાળાના ગ્રાઉન્ડને અમે ખૂબજ મીસ કર્યું.