દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે શાળાની છોકરીઓ પીએમ આવાસ પર પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ પર રાખડી બાંધી. વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમની સ્વર્ગસ્થ માતાનો ફોટો છે.

આ ખાસ રાખીના ફોટોમાં પીએમ મોદી પોતાની માતાના પગ ધોતા જોવા મળે છે.

PMએ રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી

પીએમ મોદીએ રક્ષાબંધનના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખે છે આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.

ભાઈઓ તેમની બહેનોની રક્ષા માટે પ્રતિજ્ઞા લે છે

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મનાવવામાં આવતો આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવે છે. અતૂટ પ્રેમના આ તહેવાર પર, બહેનો તેમના ભાઈઓની સફળતા માટે પ્રાર્થના કરે છે. બદલામાં, ભાઈઓ તેમની બહેનોને તમામ પ્રકારના નુકસાનથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે.

PM મોદીના હાથ પર ખાસ રાખડી બાંધી

માતાના ફોટા સાથે રાખડીમાં લખેલો આ ખાસ સંદેશ

તમને જણાવી દઈએ કે આજે PM મોદીના હાથ પર સ્કૂલની છોકરીઓએ રાખડી બાંધી છે. જેમાં ‘માતાના નામે એક વૃક્ષ’ એવો મેસેજ લખવામાં આવ્યો છે. આ રાખીની વચ્ચે તેની સ્વર્ગસ્થ માતાનો ફોટો છે. જેમાં પીએમ મોદી ખુરશી પર બેસીને માતાના પગ ધોતા જોવા મળે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.