વાવઝોડાની અસર
દરીયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢ માટે હાલ પૂરતો કાર્યક્રમ મોકૂફ
અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘બિપરજોય’ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 460 કિલોમીટર દૂર છે. બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર સંભવતિ વાવાઝોડાને લઈને સજ્જ થઈ ગયું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને દરિયાકાંઠાના 6 જિલ્લાઓમાં ‘શાળા પ્રવેશોત્સવ’ નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં ‘શાળા પ્રવેશોત્સવ’ નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ‘શાળા પ્રવેશોત્સવ’ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે તા.12 અને 13 જૂનના રોજ યોજાશે.
વાવાઝોડાને લીધે પ્રવેશોત્સવ ત્રણ ને બદલે બે દિવસનો યોજાશે
બિપરજોય વાવાઝોડાની અસર જે જિલ્લામાં થવાની વિશેષ સંભાવના છે તેવા 6 દરિયા કિનારાના 6 જિલ્લા દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નિર્ણય કર્યો છે.રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં 12 જૂન અને 13 જૂન, બે દિવસ પ્રવેશોત્સવ યોજાશે અને 14 જૂને પ્રવેશોત્સવ રદ કરાયો છે. એટલે કે પ્રવેશોત્સવ બે દિવસનો રહેશે.