આજ રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા મુકામે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી નીતિનભાઈ રાઠોડ તથા ખાખરીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિપુલભાઈ કાચેલા તથા સમસ્ત ગ્રામ પંચાયત સભ્ય શ્રીઓ તથા સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી સંજયભાઈ વસાણી તથા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી હિંમતભાઈ રાછડીયા તથા સમગ્ર એસ.એમ.સી.ના સભ્યશ્રીઓ તથા શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ રામાવત તથા સમગ્ર શાળા પરિવાર તથા આંગણવાડી કર્મચારીઓ તથા ગામ ના દાતાશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ તકે નીતિનભાઈ રાઠોડ દ્વારા આંગણવાડી તથા પહેલા ધોરણ માં પ્રવેશપાત્ર બાળકો ને રમકડા કીટ તથા અભ્યાસ કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળામાં પ્રથમ દ્વિતીય તથા તૃતિય ક્રમે આવેલા ધોરણ-૧થી ૮ના વિદ્યાર્થીઓ ને સ્મૃતિ ચિન્હ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત દાતાશ્રીઓ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ખાખરીયા ગામમાં વૃક્ષોનો ઉછેર કરતી યુવાનોની ટીમને પણ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવી હતી આ તકે નીતિનભાઈ રાઠોડ દ્વારા કન્યા-કેળવણી વિષય પર સુંદર પ્રવચનના આપવામાં આવ્યું હતું તથા સંજયભાઈ વસાણીએ સમગ્ર કાર્યક્રમને બિરદાવતા શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા આમ પદાધિકારીશ્રી ગ્રામજનો તથા શિક્ષકોએ ગામના બાળકોનો શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો આમ ખાખરીયા પ્રાથમિક શાળાનો આ ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ