ભારતીય વાયુસેનાના વિમાનો પ્રદર્શન દ્વારા નજીકથી જોવાનો અમૂલ્ય અવસર

IAF Crest

ભારતીય વાયુદળના દિલ્હી સ્થિત વડા મથક તરફથી હવાઇદળમાં યુવાનોની ભરતી માટે ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. આ હેતુ માટે એક વિશેષ પ્રકારનું પ્રદર્શન વાહન તૈયાર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રદર્શન વાહન ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભારત ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભ્રમણ કરી ચુકયું છે. હાલમાં ગુજરાત અને રાજસ્થાન રાજયના વિવિધ જિલ્લાઓમાં આ પ્રદર્શન વાહનના પ્રવાસનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

2 9
આ પ્રદર્શન વાહનમાં લડાકુ વિમાનમાં જે યંત્રો અને સાધનો હોય છે, તેવા જ આબેહૂબ સાધનો અને યંત્રો-ઉપકરણો લગાડવામાં આવ્યા છે. વિમાનની કોકપીટ, વિમાનના ઉડાન વખતે પાઇલોટ જે પ્રકારનાં વસ્ત્રો પરિધાન કરે છે તેવાં વસ્ત્રો પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, મોડેલ અને અન્ય આધુનિક સાધનો પણ પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા છે. હવાઇ દળની નોકરીનું જીવન અને તેના પડકારો કેવા પ્રકારના હોય છે, તે વાસ્તિવક સ્વરૂપે અહીં દર્શાવવામાં આવશે. તેમજ શાળા-કોલેજનાં બાળકોમાં વાયુસેનામાં ભરતી માટે ઉત્સાહ વધે તે માટેના પ્રવચનો એરફોર્સના અધિકારીઓ દ્વારા આપવામાં આવશે, એ ઉપરાંત, એરફોર્સમાં જોડાવા અંગેની તથા અન્ય બાબતોની પ્રશ્નોત્તરી પણ કરી શકશે.

3 12
વાયુસેનાનું આ પ્રદર્શન વાહન તા.૫ થી ૮ માર્ચ-૨૦૧૮ એમ ચાર દિવસ માટે રાજકોટ આવશે. એરફોર્સના અધિકારીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંયુકતપણે નક્કી થયા મુજબ આ પ્રદર્શન વાહન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, શ્રી એન.એમ.વિરાણી સાયન્સ કોલેજ, યોગીજી મહારાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ તેમજ શ્રી એચ.એન.શુકલ કોલેજ(લાલપરી તળાવ પાસે) રાખવામાં આવશે. આ ઉપરાંત, કોલેજ કેમ્પસની આસપાસની શાળાનાં બાળકો પણ આ પ્રદર્શન વાહન નિહાળી શકશે.

5 5
આ પ્રદર્શન વાહન વીંગ કમાન્ડર આશુતોષ વર્માની આગેવાની હેઠળ સાથી સભ્યો તા.૪ માર્ચના રોજ રાજકોટ આવી પહોંચશે, તેમ કોર્પોરલ કિશોરકુમારે જણાવ્યું છે.

4 7

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.