વિદ્યાર્થીઓને તેડવા મુકવા આવતા વાહનો શાળા કેમ્પર્સમાં પાર્ક કરાવવા એનએસયુઆઇની માગ
શહેરની શાળા-કોલેજ પાસે પાનના ગલ્લા અને ચાની કીટલીઓની આજુ બાજુ બેફામ રીતે ગાંજા જેવા નશીલા પદાર્થ થતું હોવાનું અને શાળા-કોલેજ પાસે ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા કરાવવા અંગે એનએસયુઆઇ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
શહેરના કાલાવડ રોડ અને યુનિર્વસિટી રોડ પર આવેલા બગીચાઓમાં આવારા તત્વો અને રોમીયોનો ત્રાસથી વિદ્યાર્થીઓને પસાર થવુ મુશ્કેલ બન્યું છે,કાર,બસ અને ટ્રક ઓવર સ્પ્રીડથી પસાર થતા હોવાથી ગતિ નિયંત્રણ કરાવવા અને શાળા-કોલેજ ખાતે વિદ્યાર્થીઓને તેડવા અને મુકવા આવતા વાહનોને કેમ્પર્સમાં પાર્ક કરાવવાથી શાળા છુટે ત્યારે માર્ગ પર ટ્રાફિક ન થયા તેની તકેદારી રખાવવા માગણી કરી છે.
સિટી બસના ડ્રાઇવરોના લાયસન્સ બેઇઝ અંગે તપાસ કરવા અને સ્કૂલ વાહનમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને બેસડવામાં આવતા હોવાથી કડક કાર્યવાહી કરવા માગણી કરી બંધ રહેતા ટ્રાફિક સિગ્નલો તાકીદે ચાલુ કરવા આવેદનપત્રમાં જણાવ્યું છે.આવેદનપત્ર પાઠવવામાં હરપાલસિંહ જાડેજા, નિતિન ભંડેરી, નિલુ સોલંકી, અમિત પટેલ, મુકુંદ ટાંક, ‚તુરાજસિં ઝાલા, બોની પટેલ, રાજદીપસિંહ ચુડાસમા, મુસ્તુફા લોખંડવાલા અને દર્શિલ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.