વર્ષની શરુઆતમાં 84 વિદેશી સહીત કુલ 5905 લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી
જાન્યુઆરી 2023 ના માસમાં ઇગ્લેડ અને સ્વીન્ઝરલેન્ડની સ્કુલના બાળકો સહીત કુલ 84 વિદેશી મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઇ મહા ત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિઘ્ધાંતોની માહીતી મેળવેલ છે. જાન્યુ. 2023 માં 5905 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ 30 સ્કુલના ર134 બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓકટો. 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,45,544 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
ઉપરાંત જાન્યુઆરી 2023 ના માસમાં મનિષકુમાર ગુપ્તા, આઇ.પી. એન્ડ ટી.એ.એફ. એસ. 2007 મીનીસ્ટરી ઓફ કોમ્યુનીકેશન ન્યુ દિલ્હીના 8 સભ્યો:,
ઇલેકશન ઓબર્જવર, મીથેલેશ મિશ્રા, આઇ. એ.એસ. બિહાર, એડીશ્નલ સેક્રેટરી ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટના 8 સભ્યો, એસ.કે. ગોયલ, રીટાયર્ડ ચિફ જસ્ટીમ અલ્હાબાદ હાઇકોર્ટના ર સભ્યો
વિદેશી મુલાકાતીઓમાં ઇગ્લેન્ડ સ્કુલ ટુર (કિડસ) ના ર1, સ્વિન્ઝલેન્ડ નોર્થ સ્ટાર સ્કુલ ટુરના 1ર, ફ્રાન્સના ર, યુ.એસ.એ. ના 9, રશિયાના 3, સ્પેશના 1, જર્મનીના 1, યુ.કે. ના પ, સાઉથ કોરિયા ના 1, મલેશિયાના ર, ફીન્લેન્ડ ના 1, જાપાનના 3, ઓસ્ટ્રેલિયાના 6 અને યુરોપીયન ક્ધટ્રી ફોરેન ટ્રીપના 17 સહીત કુલ 5905 મુલાકાતીઓએ ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધી.