શાળાના પ્રારંભે ઠેર-ઠેર યોજાયો પ્રવેશોત્સવ ૧૫મીએ સરકારી શિક્ષકોનો આંતર જિલ્લાનો બદલી કેમ્પ
પ્રામિક અને માધ્યમિક શાળાઓમાં ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન ગઈકાલના રોજ પૂરું થયા બાદ આજી શાળાઓના ઓરડા ફરી એકવાર બાળકોના કિલકિલાટી ગુંજી ઉઠયા છે. આજી તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ મ્યુનિસીપલ કોર્પોરેશનની શાળાઓમાં પણ તમામ શૈક્ષણિક સંકુલો ધમધમવા લાગી છે. આમ તો ગત સોમવારી જ સ્કૂલો ખૂલી ગઈ હતી. પરંતુ ફીના નામે વાલીઓને ખુલ્લેઆમ ખંખેરવા ટેવાયેલા હોવાથી બધી શાળાઓ અઠવાડિયા બાદ ફરીથી આજે કાર્યરત થઈ છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર આજી શરૂ થતું હોવાથી તમામ સ્કૂલોમાં પાઠય પુસ્તકો પહોંચાડી દેવામાં આવ્યા છે. ધો.૯ અને ધો.૧૨માં જે પાઠય પુસ્તકો બદલાઈ રહ્યાં છે તેની તાલીમ આવતીકાલી શરૂ થઈ તા.૧૨ થી ૧૫ ગણિત વિષયની અને તા.૧૮ થી ૨૧ વિજ્ઞાન વિષયની શરૂનાર હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં સરકારી શાળાઓમાં માધ્યમિક શિક્ષકોની આંતરીક ફેરબદલીનું કામ પૂરું થયા બાદ હવે આંતર જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ તા.૧૫મીના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો છે. બદલીની કાર્યવાહી પૂરી થયા બાદ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે. આજી પ્રામિક અને માધ્યમિક સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પણ બધી જ સ્કૂલોમાં યોજાયો હતો. આજી બાળકો ફરી એકવાર વેકેશનનો મુળ છોડીને ભણવા પ્રત્યે સજાગ થયા છે. છેલ્લા ૩૫ દિવસી ખાલી પડેલા શાળાઓના ઓરડા આજે ફરીથી બાળકોના કિલકીલાટી ગુંજી ઉઠયા છે.