સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરિક્ષાનો પણ સોમવારથી પ્રારંભ: પરીક્ષા ચોરી અટકાવવા રર૫ નિરિક્ષક નિમાયા

સમગ્ર સૌરાષ્ટ્રભરમાં દિવાળી વેકેશનમાં રજા કાપ મુકીને નવરાત્રી અને દીવાળીના તહેવારો માટે બે વેકેશન આપવામાં આવ્યા બાદ શાળા-કોલેજો સોમવારથી ફરીથી ધમધમતા થઇ જશે ઉપરાંત સોમવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષાનો પણ પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે પરીક્ષા ચોરી અટકાવવા પરીક્ષા કેન્દ્રો પર ૨૨૫ જેટલા ઓબ્ઝર્વેશ મુકવામાં આવશે.

રાજકોટમાં ઘણીખરી ખાનગી  શાળાઓમાં શિક્ષણ કાર્ય વહેલું શરુ કરવામાં આવ્યું હતું જો કે હજુ ખાનગી શાળાઓમાં ફિ નિધારણનું કાર્ય હજુ ફાઇનલ થયું નહી હોય સોમવારથી શિક્ષણ કાર્ય શરુ થતાની સાથે જ વાલીઓ પાસે ફીના નામે ઉઘાડી લુંટ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં ૧૯મીથી બીજા તબકકાની પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે પરીક્ષા ચોરીના દુષણને અટકાવવા યુનિવર્સિટી દ્વારા રરપ જેટલા ઓબ્જર્વેશ નીમવામાં આવ્યા છે. બીજા તબકકાની પરીક્ષામાં કુલ પ૦ હજારથી વધુ વિઘાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં બી.કોમ, બી.બી.એ, એલ.એલ.બી., બી.જે., એમ.સી, એમ.સી.એ., સહીતની પરીક્ષાઓ વિઘાર્થીઓ આપનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોના વિઘાર્થીઓને આપવાના અંદાજે ર૧ હજાર ટેબલેટ આવ્યા હોવાથી તેનું વિતરણ કોલેજ શરુ થતાની સાથેજ કરવામાં આવશે. ખાસ તો આ વર્ષથી ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળીનું વેકેશન માત્ર ૧૫ દિવસનું કરવામાં આવ્યું હતું. જો કે તેને બદલે નવરાત્રીના ૯ દિવસનું વેકેશન વિઘાર્થીઓને અપાયું હતું. તહેવારોનો માહોલ પણ હવે પુરો થઇ જતા સોમવારથી શાળા-કોલેજો ફરી ધમધમતા થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.