ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં મંત્રીઓ અને અધિકારીઓના હસ્તે બાળકોનું નામાંકન: ક્ધયા કેળવણી અંતર્ગત દિકરીઓને સાયકલ અને બોન્ડ અપાયા
રાજકોટ
રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસથી ગ્રામ્ય કક્ષામાં ૧૫મો ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ગઈકાલે ૧૧ જિલ્લાની ગામડાઓની શાળાઓમાં મંત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ભુલકાઓનું પહેલા ધોરણમાં ઉમળકાભેર નામાંકન કરાયું હતું. બાળકોને નામાંકન સાથે અભ્યાસ માટેની કિટ પણ આપવામાં આવી હતી. કેન્યા કેળવણી અંતર્ગત દિકરીઓને સાયકલ તેમજ બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જોડિયા
જોડિયા તાલુકાની વાવડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમથી નાના ભુલકાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તયો હતો. ધો.૧માં નવા પ્રવેશ પામેલ બાળકોને બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે શાળા ખાતે લઈ આવવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી આવકાર આપ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવેશપાત્ર ભુલકાઓને કુમકુમ તિલક કરી મીઠુ મો કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પી.વી.પટેલ, સરપંચ હેમીબેન અને ઉપસરપંચ ભાવેશભાઈએ ઉપસ્થિત રહીને ભુલકાઓને શુભેચ્છા પાઠવી હતી.
આ ઉપરાંત જોડિયાની તાલુકા ક્ધયા શાળા તાલુકા શાળા શેઠ કે.ડી.વી.હાઈસ્કૂલ, યુ.પી.વી.ક્ધયા શાળામાં શાળા પ્રવેશોત્સવ સાથે ક્ધયા કેળવણી મહોત્સવ પણ ઉજવાયો હતો. કાર્યક્રમમાં યુ.પી.વી.ક્ધયા શાળાની બાળાઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી અને સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયતના સભ્ય સરફરાજભાઈ તાલુકા પંચાયતના સભ્ય ચિરાગ વાંક અને અશોકભાઈ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી કે.એસ.રંધાવાની ઉપસ્થિતિમાં લાઠી તાલુકાના પીપળવા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રંધાવાએ જણાવ્યું કે રાજય સરકારે શિક્ષણ માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે. રાજયનો કોઈપણ બાળક ધો.૧માં પ્રવેશ મેળવવાથી વંચિત ન રહે અને માધ્યમિક શાળામાં પણ ડ્રોપ આઉટ થયા વિના અભ્યાસ કરી શકે તે માટે રાજય સરકાર શિષ્યવૃતિ, ગણવેશ અને પાઠયપુસ્તક સહિત અનેકવિધ સુવિધાઓ આપે છે.
રંધાવાએ પ્રાથમિક શાળામાં ધો.૧માં ૧૫ કુમાર અને ૧૩ ક્ધયાઓ એમ કુલ ૨૮ બાળકો તેમજ ધો.૯માં ૯ કુમાર અને ૬ ક્ધયાઓ એમ કુલ ૧૫ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. પ્રાથમિક શાળામાં ધો.૧ના બાળકોને કિટ અને પાઠયપુસ્તક તેમજ માધ્યમિક શાળામાં ધો.૯માં પ્રવેશ મેળવનાર બાળકોને પાઠયપુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા. સરસ્વતી સાધના સહાય અંતર્ગત ધો.૯ની વિદ્યાર્થીનીઓને સાઈકલ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉદયભાઈ યાદવ, હિતેષભાઈ સોરઠીયા, આણંદભાઈ ભટ્ટ, સરપંચ રસીલાબેન કાછડીયા, દાતા વિઠ્ઠલભાઈ કાછડીયા, બાવચંદભાઈ પોંકીયા, કે.જી.ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
નિર્મળ ભારત અભિયાન સ્પેશિયલ કમિશ્નર અને અમરેલી જિલ્લા પ્રભારી સચિવ ડી.પી.જોષીની ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના વડેરા સ્થિત પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જોષીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસના પાયામાં શિક્ષણ છે. રાજય સરકાર દ્વારા શિક્ષણની મહતાને સમજી રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમ શ‚ કરવામાં આવ્યો છે.
જોષીએ વડેરા ખાતે ૧૪ ક્ધયાઓ અને ૧૧ કુમાર એમ કુલ ૨૫ બાળકોનું નામાંકન કરી ધો.૧માં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી સન્માનિત કર્યા હતા. આ સાથે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. જોષી વડેરા માધ્યમિક શાળામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધો.૯માં પ્રવેશ મેળવનાર બાળકોને પાઠયપુસ્તકો અર્પણ કર્યા હતા. સરસ્વતી સાધના સહાય અંતર્ગત વિદ્યાર્થીઓને સાઈકલ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રકાશભાઈ ભટ્ટી અને વડેરા પ્રાથમિક શાળા આચાર્ય નિતીનકુમાર જાની ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા તાલુકાના ધજડી અને સાકરપરા ખાતે પ્રવેશોત્સવ દરમિયાન ૨૦ થી વધુ બાળકોના નામાંકન સાંસદ નારણભાઈ કાછડીયાના હસ્તે કરવામાં આવ્યા હતા.
કાછડીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણને ગુણવતાયુકત બનાવવાની સાથે દરેક ગામની શાળાઓને પુરતી સુવિધાયુકત બનાવવા માટે રાજય સરકારે અનેકવિધ કાર્યો કર્યા છે. પહેલાની સરખામણીએ આજે શાળાઓના ઓરડામાંથી માંડીને કોમ્પ્યુટર જેવી અનેક સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક શાળાને પુરતા પ્રમાણમાં શિક્ષકો આપવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. આજે વિદ્યાર્થીને પુસ્તકો, યુનિફોર્મ સહિત અન્ય સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે.
આ તકે અતુલભાઈ રાદડીયા, પ્રતાપભાઈ ગીડા, જીલુભાઈ ખુમાણ, બચુભાઈ સાવલીયા, ધી‚ભાઈ દાફડા, કાળુભાઈ સાંડસુર, કનુભાઈ, જીલુભાઈ ખુમાણ ઉપસ્થિત રહ્યા હતા.
માણાવદર
માણાવદર તાલુકાની દગડ પ્રા.શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવમાં નવા ૫ બાળકોને સન્માનિત કરીને શાળામાં પ્રવેશ આપ્યો હતો. ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોમાં સેટ તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને રમકડાની કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ સ્વાગત ગીત તેમજ યોગ નિદર્શનો રજુ કર્યા હતા.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી કોડીયાતર, હેતલબેન સવસાણી, સરપંચ સુભાષભાઈ છૈયા, હાર્દિક સવસાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ગીર-સોમના
વેરાવળ તાલુકાની બોળાશા પ્રા.શાળા ખાતે પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જશાભાઈ બારડે ૧૦૨ બાળકોને પ્રવેશ આપી નામાંકન કર્યુ હતું. જેમાં આંગણવાડીમાં કુમાર-૨૦, ક્ધયા-૨૦ ધોરણ-૧ માં કુમાર-૧૪, ક્ધયા-૧૫, અને ધોરણ-૯માં કુમાર-૧૨, ક્ધયા-૨૧ નો સમાવેશ ાય છે. તેમજ મંત્રીના હસ્તે ધો.૯ની વિર્ધાીઓને ૨૩ સાયકલ આપવામાં આવી હતી.
આ પ્રસંગે બારડે જણાવ્યું હતું કે, બોળાશ પ્રા.શાળા ખાતે ૧૦૨ બાળકોને શૈક્ષણિક કિટ આપી પ્રવેશ અપાયો છે. પ્રવેશોત્સવના માધ્યમી કોરી પાટી લઈને આવતા બાળકોમાં શિક્ષણ અને સમજની અખંડ જ્ઞાનની જ્યોત પ્રગટશે.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારી દાફડા, આસી.ટી.ડી.ઓ.ભાવસીંગભાઈ, એમ.બી.નિમ્બાર્ક, મંજુલાબેન મકવાણા, સરપંચ બાબુભાઈ કામણીયા, આચાર્ય અરશીભાઈ વાજા ઉપસ્તિ રહ્યા.
તાલાળા તાલુકાનાં ધ્રામણવા પ્રા.શાળામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૧૦ કુમાર અને ૮ ક્ધયા એમ કુલ ૧૮ બાળકોનું ઉમંગભેર સ્વાગત કરી નામાંકન કરાયું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજર કે.એસ.ગામીત સો સી.આર.સી. ભગવાનભાઇ નાઘેરા પ્રવેશપાત્ર બાળકોને આવકાર્યા હતા. આ પ્રસંગે આંગણવાડીમાં પણ ૬ બાળકોને પ્રવેશ અપાયો હતો.
વેરાવળની સોનારીયા પ્રા.શાળામાં નાયબ કલેકટર જે.એમ.રાવલની ઉપસ્િિતમાં ૧૫ કુમાર અને ૨૦ ક્ધયા એમ કુલ ૩૫ બાળકોને ઉમંગભેર શાળાએ આવકારી પ્રવેશ આપ્યો હતો. આ ઉપરાંત ઇન્દ્રોય ગામે ૫૩ બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું.
હડીયાણા
હડિયાણાની વાધા પ્રા.શાળા તથા ખીરી પ્રા.શાળામાં નાયબ કાર્યપાલક ઈજનેર પી.વી.પટેલના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો હતો. ધો.૧માં પ્રવેશ મેળવનાર બાળકોને પુસ્તકો, થેલો, વોટરબેગ, લંચબોક્ષ સહિતની વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સુરેશ મકવાણા, અરવિંદભાઈ અને ભરતભાઈ લાંબા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જસદણના લાલપુરમાં મંત્રી નાનુભાઈ વાનાણીએ ૩૮ બાળકોનું કરાવ્યું નામાંકન
રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવના આજના બીજા દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામે ધો.૧માં ૩૯ બાળકોનું શિક્ષણ રાજયમંત્રી નાનુભાઈ વાનાણીએ નામાંકન કરાવ્યું હતું. લીલાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર ૨૭ કુમાર અને ૧૨ ક્ધયાઓ મળી કુલ ૩૯ ભુલકાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તાલુકા આગેવાનો ભીખાભાઈ રોકડ, ખોડાભાઈ ખસીયા, વલ્લભભાઈ રામાણી વગેરે આગેવાનો અગ્રણીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.સી. પરેશભાઈ જોશી, સરતાનજી ક્ધયા શાળાના આચાર્ય કપુરીબેન, કુમાર શાળાના આચાર્ય કેશુભાઈ રામાણી, તાલુકા શિક્ષણ અધિકારી ધવલ રામાનુજ, કશ્યપભાઈ પંચોલી વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.