કોરોના મહામારીના કારણે શાળાઓ ૧૦ મહિના બાદ ફરીથી ખોલી છે. કોરોના એ મહાભારત કાળની યાદ અપાવી દીધી છે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર રક્તવર્ણા ધરતી પર લડાયું. મહાભારતમાં આમ તો અનેક યોદ્ધાઓ હતા. આમ છતાં દરેક પાત્ર જાણે ખાસ હોય કે મુખ્ય હોય તેવું વર્ણન છે. આજે પણ તે સમયના કૌશલ્યની સ્થિતિની જેમ છાત્રોએ અનુકરણ કરવું ઘટે. એકલવ્યએ અપ્રતિમ લગનથી જાતે જ શીખી ધનુર્વિદ્યા. તેમણે ગુરુભક્તિનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે અજોડ છે.
કોરોના મહામારીએ માતા-પિતાને શિક્ષક બનાવી દીધા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. પપ્પાએ દીકરા-દીકરીના ટયુશન લીધા તો મમ્મીએ રસોડાની સાથોસાથ ભણતરનો ભાર પણ ઊંચક્યો હતો. ઓનલાઇન શિક્ષકે લાખો બાળકોનું ભણતર રઝળતું અટકાવી દીધું આજે પણ મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણને અપનાવી રહ્યા છે ત્યારે હવે શાળાએ જ બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થઇ જતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.
ઓનલાઇન, ઓફલાઇન બંને માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઓસમ પાઠક એ કમર કસી છે: ગિરિરાજસિંહ ઝાલા (કેમ્પસ ડિરેકટર ઓસમ પાઠક સ્કૂલ)
ઓસમ પાઠક સ્કૂલના કેમ્પસ ડિરેકટર ગિરિરાજસિંહ ઝાલા એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે છેલ્લા દસ મહિનાથી વિદ્યાર્થીઓ એકલવ્ય અને અર્જુનની ભૂમિકામાં હતા ત્યારે શિક્ષકો શ્રી કૃષ્ણ અને ગુરુ દ્રોણની ભૂમિકામાં રહી શિક્ષણ પદ્ધતિને શરુ રાખી છે સલામતીની તમામ તકેદારીઓ સાથે શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે સૌપ્રથમ સોશિયલ ડિસ્ટન્સ રાખી સેનેટાઈઝર કરાવી ત્યારબાદ થર્મલ ગંન વડે ચેકિંગ કરી વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ વિદ્યાર્થીઓ એક સાથે ભેગા ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે જેના ભાગરૂપે રિસેસ ને મોકૂફ રાખવામાં આવી છે શિક્ષણનો સમય ૨ કલાક નો રાખવામાં આવ્યો છે અને જે વિશેનો પિરિયડ હોય એ જ શિક્ષકને સ્કૂલે બોલાવવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓને પણ એક બેન્ચ માં એક વિદ્યાર્થીઓ ને સોશિયલ ડિસ્ટન્સ નું ચુસ્તપણે પાલન રાખી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હાલ ૩૦ ટકા જેટલી વિદ્યાર્થીઓની હાજરી સાથે અમોએ સ્કૂલ શરૂ કરી છે પરંતુ આશા કરી કે ધીમે ધીમે ફિરિવાર ૧૦૦% ટકા વિદ્યાર્થીઓ સાથે રાબેતા મુજબ શાળા શરૂ થઈ જાય.
લોકડાઉનમાં એકલવ્ય અને શાળા ફરી વાર શરૂ થતાં અર્જુનની ભૂમિકામાં રહી શિક્ષણ લેવા તત્પર: (વિદ્યાર્થિની ઓસમ પાઠક સ્કૂલ)
ઓસમ પાઠક સ્કૂલની વિદ્યાર્થિનીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ મહિનાથી અમો એકલવ્યની ભૂમિકા ભજવી શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે હાલ ફરીવાર શાળા શરૂ થતા અમો અર્જુનની ભુમિકા શિક્ષણ મેળવા તૈયાર છીએ. બોર્ડ એક્ઝામની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છીએ આ દસ મહિનાના અંતરમાં અમને સમજાણું કે એજ્યુકેશનની મહત્વતા શું છે સ્કૂલની અંદર તમામ સલામતીની તકેદારીઓ થી અમને પ્રવેશ કરવામાં આવી રહ્યો છે વર્ગખંડની અંદર પણ સોશિયલ ડિસ્ટન્ટનું પાલન ચુસ્તપણે કરાવવામાં આવી રહ્યું છે અમે ફરીવાર શાળામાં આવીને ખુશ થયા છીએ.